ખારવા
સમાજના અડધો દિવસ બંધ રાખવાનાં એલાનને અલગ-અલગ સંગઠનો અને સંસ્થાનું સમર્થન
શહેરીજનો
સ્વેચ્છાએ બંધ પાળે તેવી સંસ્થા દ્વારા અપીલ
પોરબંદર,
તા.25 : જેતપુરના ઉદ્યોગનાં દૂષિત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવાના સરકારના નિર્ણય
સામે પોરબંદરમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે પોરબંદર સહિત રાજ્યભરના દરિયાઈ
પટ્ટીનાં ગામો આવતીકાલ તા. 26ના રોજ અડધો દિવસ બંધ પાડી અને દૂષિત પાણીનો વિરોધ કરશે.
પોરબંદર
ઉદ્યોગોના અભાવે અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. માત્ર ખેતી અને મત્સ્યોઉદ્યોગ
આધારિત છે. તેવા સમયે જેતપુરના ઉદ્યોગનાં દૂષિત પાણી પોરબંદરનાં દરિયામાં ઠાલવા સામે
પોરબંદરમાં પ્રચંડ વિરોધ જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પૂર્વે સેવ પોરબંદર સી અને
ખારવા સમાજ દ્વારા વિશાળ રેલી યોજવામા આવી હતી અને વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો.
ગુજરાતભરના
દરિયાઈ પટ્ટીના ખારવા સમાજ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે.તે અંતર્ગત પોરબંદરના
ખારવા સમાજ દ્વારા પણ અડધો દિવસ બંધ રાખવામા આવશે. સેવ પોરબંદર સી દ્વારા આ બંધને સમર્થન
કરી ખારવા સમાજની જેતપુર પ્રદૂષિત પાણીની પાઇપલાઇનના વિરોધને ઉગ્ર કરી છે.
પોરબંદરખારવા
સમાજના બંધના એલાનને માછીમાર એકતા સમિતિએ ટેકો જાહેર કર્યો છે. માછીમાર એકતા સમિતિના
પોરબંદર શહેર પ્રમુખ પ્રતાપભાઈ શેરાજી દ્વારા શ્રી સમસ્ત પોરબંદર ખારવા સમાજ અને ગુજરાત
ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળની જેતપુર કેમિકલયુક્ત ઝેરી કેમિકલયુક્ત પાણી પોરબંદરના
નજીકના દરિયામાં ઠાલવવાનો પ્રોજેક્ટ છે, તેને રદ કરવા માટે ગુજરાત સરકાર સામે વારંવાર
રજૂઆત કરવા છતાં નિરાકારણ નહીં આવતા ગુજરાત ખારવા સમાજ આરપારની લડાઈ લડવા ગાંધી ચિંધ્યા
માર્ગે આંદોલન શરૂ કરેલ હોય તેના ભાગરૂપે તા.26ને ગુરુવારના દિવસે અડધો દિવસ માછીમારી
વ્યવસાય બંધ રાખવાની અપીલને સમર્થન અને ટેકો જાહેર કર્યો છે.
આવતીકાલે
ખારવા સમાજ દ્વારા તેમના વિસ્તારોમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે, તેમાં વેપારીઓ
પણ જોડાય તેવી અપીલ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખે કરી છે.