• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

ચીને આપ્યો 10 લાખ વિસ્ફોટક આત્મઘાતી ડ્રોનનો ઓર્ડર

દુનિયાભરમાં ચીનના ઓર્ડરની ચર્ચા : 2026 સુધીમાં થઈ જશે સપ્લાઈ

બીજિંગ, તા. 25 : ચીનની  સરકારે પોતાની સેના માટે 10 લાખ આત્મઘાતી ડ્રોન ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. ચીની સેનાને આ ડ્રોનની સપ્લાઈ 2026 સુધીમાં કરી દેવામાં આવશે. ચીની સેનાના આ મહાઓર્ડરની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. આત્મઘાતી ડ્રોન આર્મીનિયા-અજરબૈજાનથી લઈને યુક્રેન યુદ્ધમાં ભૂમિકા ભજવી છે. દુનિયાએ પહેલી વખત નગર્નો કરાબાખની લડાઈમાં કામીકાઝી ડ્રોન યુદ્ધ જોયું હતું અને તેમાં અજરબૈજાનને જીત મળી હતી. હવે ચીને પણ આવા ડ્રોન માટે કવાયત શરૂ કરી છે. ઓર્ડરથી સાફ થયું છે કે ચીન આધુનિક યુદ્ધમાં આત્મઘાતી ડ્રોનનો ભરપુર ઉપયોગ કરવા માગે છે.

વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે યુક્રેન યુદ્ધથી સ્પષ્ટ થયું છે કે આગામી સમયમાં આત્મઘાતી ડ્રોન જંગમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ભારત પાસે પહેલાથી જ હારુપ ડ્રોન છે. જેને આયાત કરવામાં આવ્યા છે અને તેના માટે ઘણા રૂપિયા આપવા પડયા છે. તેવામાં જે રીતે ડ્રોન યુદ્ધ થઈ રહ્યા છે તેને ધ્યાનમાં લેવામાં આવે તો આવા આત્મઘાતી ડ્રોનની આયાત વર્તમાન સમયમાં વધારે મોંઘી બનશે.

આ વિસ્ફોટક મિસાઈલના મુકાબલે સસ્તા હોય છે અને તેના કારણે જ કારગર માનવામાં આવે છે. યુક્રેની સેનાએ પણ ડ્રોનનો ભરપુર ઉપયોગ કરીને રશિયાને ઘણું નુકસાન કર્યું છે. માનવામાં આવે છે કે યુક્રેનના હુમલાથી જ પ્રેરિત થઈને ચીને મોટો ઓર્ડર આપ્યો છે. જો કે ડ્રોન ક્યા પ્રકારના છે તે અંગે હજી સુધી કોઈ જાણકારી સામે આવી શકી નથી.

ઇ-પેપરના નવા શુલ્ક