રોંગ
સાઇડમાં કાર આવતાં ભયાનક દુર્ઘટના
નૈનિતાલ,
તા.રપ : ઉત્તરાખંડના ભીમતાલમાં બુધવારે ભયાનક દુર્ઘટનામાં મુસાફરો ભરેલી સરકારી બસ
100 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી જેમાં એક બાળક સહિત 4 મુસાફરના મૃત્યુ થયા છે અને ર1ને
ઈજા પહોંચી છે.
નૈનિતાલ
જિલ્લાના ભીમતાલમાં વોહરા કુન વિસ્તારમાં ઉત્તરાખંડ રોડવેઝની બસ એક કારને બચાવવાના
પ્રયાસમાં ખીણમાં ઉતરી ગઈ હતી. બસમાં રપ મુસાફર સવાર હોવાના અહેવાલ છે. ચાલક સહિત
1ર સારવાર હેઠળ છે અને તેમની હાલત ગંભીર જણાવાઈ છે. બસ સવારે પ વાગ્યે પિથોરાગઢથી હદ્વાની
જવા નીકળી હતી ત્યારે બપોરે રોગ સાઈડમાં આવેલી એક અલ્ટો કારને બચાવવા જતાં બસ ખીણમાં
ખાબકી હતી. અકસ્મત બાદ રેસ્ક્યૂ ઓપરેશન છેડાયું હતું.