• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

બોક્સિંગ ડે ટેસ્ટમાં 19 વર્ષીય કોંસ્ટાસનું ડેબ્યૂ નિશ્ચિત : હેડનું રમવું શંકાસ્પદ ઇન ફોર્મ બેટર ટ્રેવિસ હેડનો આજે ફિટનેસ ટેસ્ટ

મેલબોર્ન, તા.23 : ઓસ્ટ્રેલિયાના 19 વર્ષીય યુવા ઓપનિંગ બેટર સેમ કોંસ્ટાસનું ભારત વિરુદ્ધના બોક્સિંગ ડે ટેસ્ટમાં પદાર્પણ નિશ્ચિત બન્યું છે જ્યારે કાંગારુ ટીમના ઇન ફોર્મ બેટર ટ્રેવિસ હેડનું ચોથા ટેસ્ટમાં રમવું શંકાસ્પદ છે. હેડે આવતીકાલે ફિટનેસ ટેસ્ટ આપવો પડશે. ઓસ્ટ્રેલિયાના પસંદગીકાર ટોની ડોડેમાઇડએ આજે અભ્યાસ સત્ર દરમિયાન કોંટસ્ટાસને ઇલેવનમાં સામેલ કરાશે તેવી જાણકારી આપી હતી. આ સાથે જ તે ઓસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટ ક્રિકેટ રમનારો 468મો ખેલાડી બની જશે.

સેમ કોંસ્ટાસ  કેપ્ટન પેટ કમિન્સ પછી ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરનારો ઓસ્ટ્રેલિયાનો સૌથી નાની વયનો ખેલાડી બની જશે. કમિન્સે 2011માં 18 વર્ષની વયે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના હેડ કોચ મેકડોનાલ્ડે કહ્યંy છે કે, તે (કોંસ્ટાસ) ઘણો સહજ ખેલાડી છે. તે દબાણમુકત રહે છે. તે મોકાનો પૂરો ફાયદો ઉઠાવી શકે છે. કોચે ટ્રેવિસ હેડ વિશે જણાવ્યું કે તેના પગના સ્નાયૂ ખેંચાઈ ગયા છે. તેને આ ઇજા ત્રીજા ટેસ્ટ દરમિયાન થઈ હતી.

પાછલા બે ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ બનેલ ટ્રેવિસ હેડે આજે નેટમાં પ્રેક્ટિસના બદલે થ્રા ડાઉન પર હળવી બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. કોચે કહ્યંy તેના હાથમાં બેટ જોઇ સારું લાગી રહ્યંy છે. અમને આશા છે કે તે મેચ સુધીમાં ફિટ થઇ જશે.

ઓસ્ટ્રેલિયાની ઇલેવનમાં હેઝલવૂડનાં સ્થાને સ્કોટ બોલેન્ડની વાપસીની પણ પુષ્ટિ થઈ છે. આથી જોશ ઇંગ્લિશ અને બ્યૂ વેબસ્ટર ચોથા ટેસ્ટમાં પણ બહાર બેસસે તે નિશ્ચિત બન્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક