અમદાવાદ, તા. 22:
યુનિયન પબ્લિક સર્વિસ કમિશને(ઞઙજઈ) આજે સિવિલ સર્વિસિઝ
એક્ઝામિશન (ઈજઊ)ના અંતિમ પરિણામો જાહેર કર્યા છે. જેમાં દેશભરમાંથી શક્તિ દુબે ટોપર
રહી છે. આ પરીક્ષામાં કુલ 1009 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથીમાત્ર 241 ઉમેદવારો
જ ઉત્તીર્ણ થયા છે. યુપીએસસીની આ વખતની પરીક્ષામાં ટોપ-30માં ત્રણ ગુજરાતીએ બાજી મારી
છે. તેમાં પણ ટોપ-5માં બે ગુજરાતી મહિલા સામેલ છે. યુપીએસસીમાં ટોપ 30માં ત્રણ ગુજરાતી છે. ગુજરાતની
હર્ષિતા ગોયલ ઓલ ઇન્ડિયા બીજા અને માર્ગી શાહ ચોથા સ્થાને છે. તથા સ્મિત પંચાલનો
30મો રેન્ક છે. હર્ષિતા ગોયલ મૂળ હરિયાણાની છે અને વર્ષોથી વડોદરામાં રહે છે. તો માર્ગી
શાહ અમદાવાદની રહેવાસી છે.
ઞઙજઈએ
સપ્ટેમ્બર, 2024માં લેખિત પરીક્ષા લીધા બાદ જાન્યુઆરીથી એપ્રિલ, 2025માં ઇન્ટરવ્યૂ
લેવામાં આવ્યા હતા.પસંદગી પામેલા ઉમેદવારો લાલ બહાદુર શાસ્ત્રી ઈંઅજ માટે નેશનલ એકેડમી
અૉફ એડમિનિસ્ટ્રેશન, ઈંઙજ માટે સરદાર વલ્લભભાઈપટેલ નેશનલ પોલીસ એકેડમી (જટઙગઙઅ), અને
અન્ય સંબંધિત સેવાઓ માટે ખાસ એકેડમીમાં તાલીમ લેશે.