• બુધવાર, 22 જુલાઈ, 2026

બંગાળના યુવા ક્રિકેટર અભિષેક પોરેલ પર દુષ્કર્મનો આરોપ

કોલકતા હાઇ કોર્ટે ધરપકડનો આદેશ કર્યો

કોલકતા, તા.21 આઇપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સ અને બંગાળના યુવા ક્રિકેટર અભિષેક પોરેલ કાનૂની વિવાદમાં ઘેરાયો છે. કોલકતાની એક યુવતીએ તેના પર દુષ્કર્મ, ધમકી અને અંગત પળોના કથિત વીડિયો રેકોર્ડિંગ કર્યાની ફરિયાદ કરી છે. મામલે કોલકતા હાઇ કોર્ટે પોલીસને સખત કાર્યવાહી કરી 23 વર્ષીય ક્રિકેટર અભિષેક પોરેલની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. ફરિયાદ કરનાર યુવતીઓ આરોપ છે કે લગ્નનું વચન આપીને અભિષેક પોરેલે તેના ફલેટમાં શારીરિક સંબંધ બાંધ્યો હતો. રૂમમાં જબરદસ્તીથી રોકી રાખી હતી અને બાદમાં ફોનમાં ધમકી આપી હતી. કોલકતા હાઇકોર્ટે અભિષેકના મોબાઇલ, લેપટોપ અને અન્ય ઇલોક્ટ્રોનિક ઉપકરણ જપ્ત કરવાનો પણ પોલીસને નિર્દેશ આપ્યો છે. બીજી તરફ અભિષેક પોરેલ તેના પરના આરોપ નિરાધાર ગણાવ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક