• બુધવાર, 22 જુલાઈ, 2026

એમેઝોનના ડેટા સેન્ટર પર ઈરાનનો હુમલા

યુએઈમાં ડ્રોનથી કર્યો એટેક અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમા પર 

તહેરાન, તા. 21 ઈરાને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં બે એમેઝોન વેબ સર્વિસીસ ડેટા સેન્ટર પર ડ્રોનથી હુમલો કર્યો હતો. બહેરીનમાં ત્રીજા કોમર્શિયલ ડેટા સેન્ટરને પણ અસર થઈ હતી, જો કે તે સ્પષ્ટ નથી કે, તેને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યું હતું કે નહીં. ઈરાને પણ સંકેત આપ્યો છે કે, તે હવે કોમર્શિયલ ડેટા સેન્ટરને લક્ષ્ય તરીકે માને છે. બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલાવવાના હેતુથી અમેરિકન સેનાએ ઈરાન પર સતત 10મી રાત્રે પણ જોરદાર હવાઈ હુમલા ચાલુ રાખ્યા હતા.

એક મીડિયા હેવાલ મુજબ, અમેરિકા સામાન્ય રીતે તેના સંવેદનશીલ ડેટાને ઘરે અથવા સંરક્ષણ સુવિધાઓ પર સંગ્રહિત કરે છે. જો કે ઈરાનની સેનાએ દાવો કર્યો છે કે હુમલાઓ દુશ્મન લશ્કરી અને ગુપ્તચર પ્રવૃત્તિઓને ટેકો આપતા ડેટા સેન્ટરોને નિશાન બનાવ્યા હતા. કેટલાક નિષ્ણાતો માને છે કે હુમલો ફક્ત લશ્કરી કારણોસર નહીં પણ યુએઈ અને અમેરિકા વચ્ચે વધતા ટેકનોલોજીકલ સહયોગ વિશે સંદેશ આપવા માટે પણ હોય શકે છે.

પહેલી વાર છે, જ્યારે કોઈ દેશે યુદ્ધ દરમિયાન ઈરાદાપૂર્વક કોમર્શિયલ ડેટા સેન્ટરો પર હુમલો કર્યો હોય. ડેટા સેન્ટરો અગાઉ જાસૂસી અને સાયબર હુમલાઓનું લક્ષ્ય રહ્યા છે. જો કે, વખતે હુમલો સીધો ડ્રોનથી કરવામાં આવ્યો હતો, જેના કારણે ઈમારતોને નુકસાન થયું હતું. ઘટનાથી અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે. બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલાવવાના હેતુથી અમેરિકન સેનાએ ઈરાન પર સતત 10મી રાત્રે પણ જોરદાર હવાઈ હુમલા ચાલુ રાખ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પર કડક શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું છે કે, જ્યારે પણ ઈરાન કોઈ અમેરિકન સૈનિકની હત્યા કરશે, ત્યારે તેણે તેની ઘણી મોટી કિંમત ચૂકવવી પડશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક