• બુધવાર, 22 જુલાઈ, 2026

સૌરાષ્ટ્રમાં મેઘમહેર ઃ ભાવનગર, જૂનાગઢ રાજકોટ અને મોરબીમાં ધીમી ધારે વરસાદ

-િવસાવદર-મેંદરડા-ઘોઘા 1, સિહોર- તળાજા-કેશોદ 0.5 ઇંચ વરસાદ

-જાફરાબાદ બંદરે 3 નંબરનું સિગ્નલ, ખરાબ હવામાનને કારણે માછીમારોને દરિયો ખેડવા સૂચના

 

 

રાજકોટ, તા.21 સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ભાવનગર, જૂનાગઢ, મોરબી, તળાજા, રાજકોટ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ અરબી સમુદ્રમાં હવામાન બગડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ખેડવાની સૂચના આપવામાં આવી છે.

ભાવનગર ગોહિલવાડ પંથકમાં વરસાદની આગાહી વચ્ચે છૂટા-છવાયા વરસાદ વરસી રહ્યા છે. આજે સાંજ સુધીમાં ઘોઘામાં એક ઇંચ વરસાદ પડી ગયો હતો. ત્યારે સિહોર અને તળાજા પંથકમાં અડધો-અડધો વરસાદ પડÎ છે. આજે સાંજનાં 6 વાગ્યા સુધીમાં ભાવનગર શહેરમાં 9 મી.મી., ઘોઘામાં 27 મી.મી., સિહોરમાં 15 મી.મી., ગારીયાધારમાં 3 મી.મી., પાલિતાણામાં 9 મી.મી., તળાજા માં 12 મી.મી. મહુવામાં 7 મી.મી. અને જેસરમાં 1 મી.મી. વરસાદ નોંધાયો છે. મોડી સાંજે પણ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ઝરમરીયો વરસાદ વરસી રહ્યો છે.

જૂનાગઢ જિલ્લાના આકાશમાં વરસાદી માહોલ વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાને બદલે ઝરમરિયા ઝાપટા રૂપે વરસતા માર્ગો પર કાદવ કીચડ પથરાયા છે. વિસાવદર અને મેંદરડામાં વહેલી સવારે એક એક ઇંચ વરસાદ નોંધાયો છે. કેશોદમાં અડધો ઇંચ તેમજ જૂનાગઢ શહેર અને જિલ્લામાં હળવાથી ભારે ઝાપટા પડÎ હતા.

અમરેલી અરબી સમુદ્રમાં હવામાનની સ્થિતિ બગડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને જાફરાબાદ બંદર પર સત્તાવાળાઓ દ્વારા ત્રણ નંબરનું સ્થાનિક ચેતવણી સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે. આગામી કલાકોમાં દરિયો વધુ તોફાની બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવતા માછીમારોને દરિયો નહીં ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ માછીમારોને સતત હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અને અફવાઓથી દૂર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

મોરબી જિલ્લામાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વિવિધ તાલુકાઓમાં હળવા વરસાદી ઝાપટાં પડÎ હતા. તાલુકાવાર વરસાદની વિગતો જોઈએ તો હળવદ તાલુકામાં સૌથી વધુ 19 મીમી વરસાદ પડÎ હતો, જ્યારે માળિયા મિયાણા તાલુકામાં 12 મીમી વરસાદ નોંધાયો છે. ઉપરાંત મોરબી તાલુકામાં 5 મીમી અને ટંકારા તાલુકામાં 2 મીમી વરસાદ પડÎ હતો, જ્યારે વાંકાનેર તાલુકામાં વરસાદ નોંધાયો નહોતો. વરસાદી માહોલને કારણે લોકોને ઉકળાટમાંથી આંશિક રાહત મળી હતી અને ખેડૂતોમાં પણ સંતોષ જોવા મળ્યો હતો.

તળાજા ગત રાત્રીના બે વાગે ધીમીધારે શરૂ થયેલો વરસાદ એકદંરે આખો દિવસ વરસ્યો હતો. આજના વરસાદને લઈ શાક માર્કેટથી લઈ મોટાભાગના ધંધા શુષ્ક રહ્યાનું વેપારીઓએ જણાવ્યું હતુ. જોકે રેઈનકોટ, છત્રીના વેપારીઓ માટે આજનો દિવસ તેજીનો રહ્યો હતો. પ્રકારનો સતત અને ધીમો વરસાદ જમીનમાં પૂરતો ભેજ જાળવી રાખે છે, જેના કારણે પાકના મૂળનો વિકાસ સારો થાય છે અને પોષક તત્ત્વોના શોષણમાં વધારો થાય છે. મગફળી, કપાસ, મકાઈ અને સોયાબીન જેવા ખરીફ પાકોને વરસાદથી નોંધપાત્ર લાભ મળશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક