• બુધવાર, 22 જુલાઈ, 2026

રાજધાની ઉપર વિરોધ પ્રદર્શનનું ચોતરફી દબાણ

ફરી જંતર-મંતરે સીજેપીનાં ધામાઃ કિસાનો પણ દિલ્હી કૂચની તૈયારીમાં

નવી દિલ્હી, તા.21 રાજધાની દિલ્હી પર ફરી એકવાર ચોતરફી પ્રદર્શનનું દબાણ વધી ગયું છે. વિવિધ પ્રદર્શનોને કારણે રાજકીય અને જમીની હલચલ તેજ બની છે. એક તરફ જંતર-મંતર પર શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે સીજેપી (કૉક્રોચ જનતા પાર્ટી)ના પ્રદર્શનકારીઓ ફરી એકત્ર થયા છે, તો બીજી તરફ પંજાબ-હરિયાણાની શંભૂ બોર્ડર પર ખેડૂતોની મોટી ભીડ એકઠી થઈ હતી.

ખેડૂતો ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરારના વિરોધમાં દેશ બચાવો મોરચાના બેનર હેઠળ દિલ્હી (િકસાન ઘાટ) તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. બંને મોટા પ્રદર્શનોને કારણે દિલ્હીમાં રાજકીય તેમજ વહીવટી હલચલ વધી ગઈ છે.

ખેડૂતોની મહાપંચાયત અને દિલ્હી માર્ચને ધ્યાનમાં રાખીને પંજાબ અને હરિયાણા પોલીસે શંભૂ બોર્ડરને સીલ કરી દીધી છે. બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે અને અનેક સ્થળોએ કડક બેરિકાડિંગ કરવામાં આવી છે. ખેડૂતોએ પોતાની માંગણીઓના સમર્થનમાં અમૃતસર-િદલ્હી માર્ગને બ્લોક કર્યો હતો.

શંભૂ બોર્ડરની સાથે દિલ્હીના જંતર-મંતર પર પણ સ્થિતિ તણાવપૂર્ણ છે. સીજેપીના સમર્થકો નીટ પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પોલીસ સાથે થયેલી તીવ્ર અથડામણો બાદ પણ પ્રદર્શનકારીઓ પોતાના સ્થળે ટકી રહ્યા છે. સંસદ માર્ચ દરમિયાન થયેલા લાઠીચાર્જ બાદ તેઓ ફરી જંતર-મંતર પર પરત ફર્યા છે. દરમિયાન તૃણમૂલ કોંગ્રેસનાં નેતા મમતા બેનરજીએ પણ વિપક્ષી ઈન્ડિયા મોરચાને સંગઠિત રહેવાની હાકલ કરી હતી અને જરૂર પડÎ પોતે પણ સીજેપીનાં ધરણાં પ્રદર્શનનાં સમર્થનમાં પહોંચશે તેવી તૈયારી દેખાડી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક