• બુધવાર, 22 જુલાઈ, 2026

PM આવાસ નજીક કોંગ્રેસનાં ધરણા ઃ રાહુલની અટકાયત

- સંસદ કૂચ કરતાં પ્રદર્શનકારીઓ સામે બળપ્રયોગનાં મુદ્દે કોંગ્રેસની પીએમ આવાસ સુધી કૂચઃ સરકારે સંસદમાં ચર્ચાની તૈયારી દેખાડÎ પછી પણ રાહુલે કર્યો હટવાનો ઈનકાર

 

-અખિલેશ સહિતનાં નેતાઓને ઢસડીને સ્થળ ખાલી કરાવાયું, રાહુલને ઈજા મોદી, શાહનાં રાજીનામાની માગણી પણ ઉઠાવી

 

નવી દિલ્હી, તા.21 નીટ પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટીની હાકલ ઉપર સંસદ ભણી કૂચ કરી રહેલા છાત્રો અને પ્રદર્શનકારીઓ ઉપર પોલીસનાં લાઠીચાર્જ, બળપ્રયોગનો મુદ્દો આજે સંસદથી પ્રધાનમંત્રી આવાસ સુધી પહોંચી ગયો હતો. રાજધાની દિલ્હીમાં ચરમસીમાએ પહોંચી ગયેલા રાજકીય પારા વચ્ચે કોંગ્રેસે અભૂતપૂર્વ ઘટનાક્રમમાં સાંજ સુધી વડાપ્રધાન આવાસ નજીક ધરણાં કર્યા હતાં. સરકારે સંસદમાં ચર્ચાની તૈયારી દેખાડÎ બાદ પણ જ્યાં સુધી શિક્ષામંત્રી ધમેન્દ્ર પ્રધાન રાજીનામુ આપે ત્યાં સુધી સ્થળ ઉપર અડગ રહેવાની મક્કમતા કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ દેખાડી હતી. જેને પગલે સાંજે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સપાનાં વડા અખિલેશ યાદવ સહિતનાં નેતાઓની અટકાયત કરીને સ્થળ ખાલી કરાવાયું હતું. રાહુલે પ્રદર્શન બંધ કરવાનો ઈન્કાર કરતાં પોલીસની ટીમ તેમને ઢસડીને લઈ ગઈ હતી અને દરમિયાન તેમને નાકમાં ઈજા થઈ હતી. સાંજે અટકાયતમાં લેવાયેલા રાહુલ સહિતના નેતાઓને રાત્રે 10 વાગ્યા આસપાસ પોલીસની કસ્ટડીમાંથી છૂટકારો મળ્યો હતોકોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય અનેક  નેતાઓએ આજે વડાપ્રધાન આવાસ નજીક ધરણા કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષામંત્રી ધમેન્દ્ર પ્રધાનનાં રાજીનામાની માગણી પણ કરી હતી. અભૂતપૂર્વ ઘટનાક્રમમાં પ્રધાનમંત્રી કાર્યાલયનાં રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે રાહુલ ગાંધી સાથે વાત કરી હતી પણ રાહુલે ધરણાં સમાપ્ત કરવાનો ઈનકાર કરી દીધો હતો. જીતેન્દ્ર સિંહે છાત્રો ઉપર બળપ્રયોગ સહિતનાં મુદ્દે સંસદમાં ચર્ચા માટે સરકારની તૈયારી દેખાડી હતી પણ રાહુલ પહેલા શિક્ષામંત્રીનાં રાજીનામાની માગણી ઉપર અડગ રહ્યાં હતાં. તેમણે રાજીનામા પછી મુદ્દે સંસદમાં ચર્ચા કરવામાં આવશે. રાહુલે ધરણાંમાં સામેલ થવા માટે દેશવાસીઓને હાકલ પણ કરી હતી. સાંજ સુધી કોંગ્રેસનાં નેતાઓનાં ધરણામાં સપાનાં વડા અખિલેશ યાદવ પણ પહોંચ્યા હતાં અને સાંજે પ્રદર્શનને વિખેરવા માટે રાહુલ, અખિલેશ સહિતનાં નેતાઓની અટકાયત કરી લેવામાં આવી હતી.

કોંગ્રેસ સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓ સામે થયેલી કાર્યવાહી અંગે સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. કોંગ્રેસ નેતાઓએ ખડગેના નિવાસસ્થાનથી વડાપ્રધાન આવાસ સુધી કૂચ કરી હતી અને પછી પીએમ આવાસ નજીક ધરણાં કર્યા હતાં.

ધરણામાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ, નાસિર હુસેન, જયરામ રમેશ, સાંસદ અમારિંદર સિંહ રાજા વાડિંગ સહિત અનેક વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા. પ્રદર્શન દરમિયાન નેતાઓએ વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને પેપર લીકના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પાર્ટીના નેતાઓ વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર અંગે વડાપ્રધાન પાસે જવાબ માગવા માટે માર્ચ કરીને અહીં પહોંચ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકાર મામલે કોઈ જવાબદારી નક્કી કરવા માગતી નથી અને સંસદમાં ચર્ચા ઈચ્છતી નથી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પેપર લીક મામલાની જવાબદારી સ્વીકારીને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.

 

ઇ-પેપરના નવા શુલ્ક