• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

ગોધરા કાંડના 11 આરોપીને નિર્દોષ છોડતો ચુકાદો હાઇકોર્ટે યથાવત્ રાખ્યો

-ગોધરા સેશન્સ કોર્ટના નિર્દેષ છોડવાના હુકમ સામે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં અપીલ કરી હતી

અમદાવાદ, તા. 2: ગોધરાકાંડ સમયે 2002માં ગુજરાતમાં ફાટી નીકળેલા રમખાણોમાં 11 આરોપી સામે કેસ નોંધાયો હતો પરંતુ ગોધરાની સેશન્સ કોર્ટમાં 2004મા કેસ ચાલી જતા 11 આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો. તેની સામે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમા અપીલ કરી હતી, પરંતુ હાઇકોર્ટે ગોધરા કોર્ટના ચૂકાદાને યથાવત્ રાખ્યો છે.

નોંધનીય છે કે ગોધરા કાંડ સમયે સંતરામપુરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. આશરે 1000 જેટલા વ્યક્તિઓનું ટોળુ રાત્રે 10 કલાકે લઘુમતી કોમના મિલકતોને નુકસાન કરવા અને લૂંટવાના ઇરાદે નવી વસાહતમાં ગયું હતું. જ્યાં પથ્થરમારો થયો હતો અને વાહન, મકાનો તેમજ કોમર્શિયલ બિલ્ડિંગોમાં આગ લગાવીને લાખોની લૂંટ કરવામાં આવી હતી.

આ કેસમાં 21 સાહેદ અને 10 દસ્તાવેજી પુરાવા ચકાસવામાં આવ્યા હતા. એક આરોપીએ કહ્યું હતું કે ફરિયાદ

કરનાર લઘુમતી કોમના સગા ભાઈએ એક બહુમતી કોમની દીકરીનું અપહરણ કર્યું હતું. તેનો વિરોધ તેને અગાઉ કર્યો હતો. જેથી તેનું ખોટું નામ પોલીસ ફરિયાદમાં આપી દેવાયું છે. ગોધરાની કોર્ટે નોંધ્યું હતું કે ફક્ત ઘટના સ્થળે હાજર હોવાથી ગુનામાં સક્રિય ભાગીદાર કહી શકાય નહીં. ફરિયાદીએ કોર્ટ સમક્ષ અને પોલીસ તપાસમાં વિરોધાભાસી નિવેદનો આપ્યા છે. જેથી આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરવામાં આવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક