હાઇ કોર્ટના આદેશ બાદ NGTએ પણ દંડને યોગ્ય અને વાજબી ગણાવ્યો : સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાશે
મોરબી, તા.8 : મોરબીમાં કોલ ગેસીફાયર
વપરાશ કરતા તમામ સિરામિક એકમોને મળીને 500 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
જેમાં હાઇ કોર્ટે 122 કરોડ ભરી દેવા આદેશ કર્યા બાદ મામલો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં
ગયો હતો અને એનજીટીએ પણ દંડને યોગ્ય અને વાજબી ગણાવ્યો છે. જેથી હવે સુપ્રીમ કોર્ટના
દ્વાર ખખડાવવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે
મોરબી સિરામિક એસોના આભારભૂત
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી સિરામિક એકમોમાં વપરાતા કોલગેસીફાયરથી પ્રદૂષણ
ફેલાતું હોવાનું કહીને બધાં એકમોને મળીને 500 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો
અને કાનૂની લડત છેલ્લાં છ વર્ષથી વધુ સમયથી ચાલી રહી છે. જેમાં અગાઉ હાઇ કોર્ટે રૂ.
122 કરોડ દંડ ભરવા આદેશ કર્યો હતો. જે મામલો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં જતા એનડીટીએ
પણ 122 કરોડના દંડને યોગ્ય અને વાજબી ગણાવી દંડ ભરવા જણાવ્યું છે. જેથી હવે મોરબી સિરામિક
ઉદ્યોગ પાસે માત્ર સુપ્રીમ કોર્ટમાં અપીલનો વિકલ્પ બચ્યો છે.