• સોમવાર, 09 માર્ચ, 2026

1185 કરોડના ખર્ચે જઊછના રોડ-ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરાશે કુલ 383 કિલોમીટર લંબાઇમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનનાં 24 કામ હાથ ધરાશે

SERની કનેક્ટિવિટી મજબૂત થવાથી સુરત, તાપી, વલસાડ, ભરૂચ, નવસારી અને ડાંગના વિકાસની રફતાર તેજ થશે

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.8 : રાજ્યના સર્વાગી અને સંતુલિત વિકાસ માટે 6 ગ્રોથ હબ વિકસાવવા દરેક ક્ષેત્રની જરૂરિયાત મુજબ ખૂબ જ ટૂંકા ગાળામાં જે રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર થયા છે. તેમાં દક્ષિણ ગુજરાતના ગ્રોથ હબ તરીકે સુરત ઇકોનોમિક રિજિયન-જઊછ માટે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે સૌ પ્રથમ રૂ.1185 કરોડનાં કામો મંજૂર કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘જે કહેવું તે કરવું’નો ધ્યેય સાકાર કર્યો છે.

જઊછમાં સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે. આ વિસ્તારો રાજ્યના કુલ આર્થિક વિકાસમાં 35 ટકાથી વધુ યોગદાન આપે છે. સુરત ઇકોનોમિક રિજિયન લાંબા ગાળાના આર્થિક વિકાસને આગળ ધપાવવાના મુખ્ય વિકાસ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.

રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે જઊછના પાંચ જિલ્લાઓમાં કુલ 383 કિલોમીટરનાં 24 કામો માટે આ 1185 કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે. રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનનાં પરિણામે સુરત, તાપી, વલસાડ, ભરૂચ અને નવસારી જિલ્લાના મુખ્ય ઔદ્યોગિક હબ અને જી.આઇ.ડી.સી. વિસ્તારોને જોડતા માર્ગોની સુધારણા થવાથી લોજિસ્ટિક કાર્યક્ષમતા વધશે. જઊછમાં સમાવેશ થયેલા જિલ્લાઓમાં આ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના કારણે ફિશરીઝ, હજીરા પોર્ટ, સુગર ફેક્ટરી, સુમુલ ડેરી, પાપડ ઉદ્યોગ, માઇનિંગ એન્ડ લિગ્નાઇટ પ્રોજેક્ટ જેવા વિવિધ ઉત્પાદન એકમો ધરાવતા ઔદ્યોગિક ક્ષેત્રને સીધો લાભ મળતો થશે.

આ ઉપરાંત કડોદ, કડોદરા, જોલવા, માંગરોળ, કોસંબા અને તડકેશ્વર જેવા મહત્વના જી.આઇ.ડી.સી. વિસ્તારોની કનેક્ટિવિટી મજબૂત થવાથી ઔદ્યોગિક વિસ્તરણ દ્વારા વિકાસને પણ વેગ મળશે.

ઇ-પેપરના નવા શુલ્ક