• શુક્રવાર, 20 માર્ચ, 2026

ગોંડલમાં પીધેલા કારચાલકનો આતંક : યુવાનને અડફેટે લીધા બાદ લોકોએ મેથીપાક ચખાડયો

ગોંડલ, તા.19 : ગોંડલ શહેરમાં રાત્રિના સમયે નશામાં ધૂત કારચાલકે હિટ એન્ડ રનનો બનાવ સર્જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.

દીવથી મોરબી જઈ રહેલા બે શખસે અલ્ટો કાર દ્વારા પાંજરાપોળ પાસે ઈબ્રાહીમભાઈ આમદાણી નામના યુવાનને ઠોકરે ચડાવતા યુવાનને હોસ્પિટલ ખસેડાયો હતો.

અકસ્માત સર્જી ભાગી રહેલા કારચાલકે માર્ગમાં અન્ય વાહનોને પણ હડફેટે લીધા હતા. આ જોઈ રોષે ભરાયેલા લોકોએ પીછો કરી આશાપુરા અંડરબ્રિજ પાસે કારને આંતરી હતી અને અંદર બેઠેલા બળદેવ વશરામભાઈ પરમાર તથા બળદેવ ભીખાભાઈ ઓગણિયાને બહાર ખેંચી બરાબરના લમધાર્યા હતા.બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને બન્ને શખસને લોકોથી બચાવી અટકાયત કરી હતી. કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 14 બોટલ મળી આવી હતી. પોલીસે પ્રોહિબિશન અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક