ઇઝરાયલના સાઉથ પાર્સ પર હુમલા બાદ ઉશ્કેરાયેલા ઇરાને યુએઇ, કુવૈત, સાઉદી સહિત અખાતી દેશો પર મિસાઇલ છોડયા
નવી
દિલ્હી, તા. 19 : માણસાઇના દુશ્મન મહાયુદ્ધે એ હદે ખતરનાક રૂપ લઇ નાખ્યું છે કે દુનિયાભરના
દેશોના શ્વાસ અધ્ધર થઇ ગયા છે. ઇઝરાયલે ગઇકાલે બુધવારે ઇરાનના સૌથી મોટા તેલ-ગેસના
ક્ષેત્ર સાઉથ પાર્સ હુમલો કર્યો હતો. ઉશ્કેરાયેલા ધરાને બદલો લેતાં ગુરુવારે સાઉદી
અરેબિયા, કુવૈત, કતર તેમજ યુએઇ સહિત ખાડી દેશોની તેલ રિફાઇનરીઓ પર ઘાતક હુમલા કર્યા
હતા. ભડકે બળતી તેલ રિફાઇનરીઓથી અખાતી દેશોમાં ઉચાટ વચ્ચે તેલનું વૈશ્વિક સંકટ સર્જાવા
અને વિશ્વભરની અર્થવવ્યવસ્થાને અસર થવાની ભીતિ સર્જાઇ છે.
‘મહાયુદ્ધ’
તેલયુદ્ધમાં ફેરવાતાં હુમલાથી ભડકે બળતી તેલ રિફાઇનરીઓની આગની ચપેટમાં આવ્યું હોય તેમ
ભારતમાં ક્રૂડ તેલની કિંમત 146 ડોલર પર પહોંચી ગઇ છે. ધડાધડ હવાઇ હુમલાઓથી રોષે ભરાયેલા
સાઉદી અરેબિયાએ ઇરાનને કડક ચેતવણી આપી હતી. સાઉદીના વિદેશમંત્રી ફૈસલ બિન ફરહાન અલ
સઉદે કહ્યું હતું કે, અમારી પાસે જવાબ આપવાની પૂરી તાકાત છે. ઇરાન અમારી ધીરજની પરીક્ષા
ન લે.
દરમ્યાન
ભારતે પણ ઇરાની આક્રમણની ટીકા કરી હતી. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે
જણાવ્યું કે, ભારત હંમેશા ઊર્જાના મથકો પર હુમલાની ટીકા કરતું રહ્યું છે.
ઇઝરાયલે
બુધવારે ઇરાનના સાઉથ પાર્સ ગેસફિલ્ડ પર હુમલો કર્યો હતો. આ દુનિયાનું સૌથી મોટું પ્રાકૃતિક
ગેસ ક્ષેત્ર છે. આ યુદ્ધ શરૂ?થયા પછી ઇરાની ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સૌથી મોટો હુમલો
હતો.
વિફરેલા
ઇરાને આજે સાઉદીમાં રાતા સમુદ્રના બંદરિય શહેર યાનબુમાં તેલની દિગ્ગજ કંપની સાઉદી અરામકોની
‘સામરેફ’ રિફાઇનરી પર હુમલો કર્યો હતો.
એ સિવાય
કુવૈતમાં મધ્ય-પૂર્વની સૌથી મોટી રિફાઇનરીઓમાંની એક મીના અલ-અહમદી રિફાઇનરી પર હવાઇ
હુમલો કર્યો હતો, જેની ક્ષમતા લગભગ 7,30,000 બેરલ પ્રતિ દિવસ છે. કુવૈતની જ મીના અબ્દુલ્લાહ
રિફાઇનરી પર ઇરાની આક્રમણથી તેના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી.
ઇરાને
કતરમાં પણ કતાર એનર્જીના વિશાળ રાસ લફફન લિકિવફાઇડ પ્રાકૃતિક ગેસ પ્લેન્ટ પર મિસાઇલ
છોડતાં પ્લાન્ટમાં આગ લાગી હતી.
બેહદ
આક્રમક બનેલા ઇરાનના હુમલાથી અખાતી દેશો અકળાયા છે. સાઉદીના વિદેશમંત્રીએ કહ્યું હતું
કે, પહેલાં જે થોડો ઘણો ભરોસો ઇરાન પર હતો તે હવે સાવ તૂટી ગયો છે.
કતારના
રાસલફફન પ્લાન્ટ વિશ્વની સૌથી મોટી પ્રાકૃતિક ગેસ નિકાસની સુવિધા છે. તેના પર ઇરાની
હુમલાથી ગંભીર નુકસાન થયું છે અને ઊર્જા ક્ષેત્રની દિગ્ગજ ‘શેલ’ કંપનીએ કહ્યું હતું
કે, નુકસાનનો અંદાજ મેળવી રહ્યા છીએ.
કતાર
વિશ્વની બજારો માટે પ્રાકૃતિક ગેસનો ચાવીરૂપ સ્રોત છે. સાઉદીની સાથો સાથ કતાર, યુએઇ,
કુવૈત સહિત ખાડી દેશોએ ઇરાનના હુમલાઓની ટીકા કરી હતી. આરબ લીગના વડા અબ્દુલ દોઇટે આ
હુમલાઓને તાણ વધારતા ખતરનાક કૃત્ય લેખાવ્યા હતા.
દરમ્યાન
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાથ ઊંચા કરી લેતાં હોય તેમ કહ્યું હતું કે, ઇરાનના
દાઉથ પાર્સ પર ઇઝરાયલના હુમલાની અમેરિકાને કોઇ જાણકારી નહોતી.
જો
કે, ટ્રમ્પની પોલ પાધરી કરતાં ધઝરાયેલી સૂત્રોએ કહ્યું હતું કે, અમેરિકાને જાણ કર્યા
પછી જ એ હુમલો કરાયો હતો.
વિશ્વભરની
બજારોને તેલ-ગેસ પૂરો પાડતા કતાર સહિત અખાતી દેશોની તેલ રિફાઇનરીઓ ભડકે બળવા માંડી
હતી અને જો તેલ ઉત્પાદન બંધ થઇ જશે ત્યારે પેટ્રોલ, ડીઝલ સહિત ઇંધણોના ભાવોમાં ભડકો
થશે અને આ ‘તેલયુદ્ધ’થી વિશ્વભરમાં ગંભીર ઊર્જા સંકટ ઊભું થવાનો ખતરો ઊભો થયો છે.
સાત
દિવસમાં જ મળી જશે PNG
નવી
દિલ્હી, તા. 19 : મધ્ય-પૂર્વનાં યુદ્ધથી અજંપાભરી સ્થિતિ વચ્ચે ભારતની સરકારે દેશની
જનતાને ધરપત આપી છે કે, ઈંધણોની અછત નહીં થવા દેવાય. ગભરાટમાં ઘરેલુ રાંધણગેસ (એલપીજી)
બૂકિંગ નહીં કરાવવાની સલાહ સરકારે આપી છે. માત્ર સાત દિવસમાં પીએનજી (પાઈપથી ગેસ) જોડાણ
મળી જશે. બાકી સરકાર સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક
ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે સપ્તાહમાં પીએનજીના
સવાલાખ નવાં જોડાણ અપાયાં છે.
છેલ્લા
ત્રણ દિવસમાં 5600 એલપીજી (ગેસના સિલિન્ડરવાળા) ગ્રાહકોએ પીએનજી જોડાણ મેળવ્યાં છે.
અફવાઓ પર ધ્યાન ન આપીને માત્ર સત્તાવાર જાણકારી પર જ ભરોસો રાખવાની અપીલ લોકોને કરાઈ
હતી.
કેન્દ્ર
સરકાર ઘરેલુ રાંધણગેસ બાટલા (એલપીજી)નો ઉપયોગ ઓછો કરીને પીએનજી (પાઈપલાઈનથી ગેસ)નાં
જોડાણ વધારવા પર ભાર મૂકી રહી છે.
સુજાતા
શર્માએ કહ્યું હતું કે, તમામ રાજ્યોને ધંધાદારી એલપીજી પુરવઠો આપી દેવાયો છે. યુદ્ધનાં
કારણે સ્થિતિ ચિંતાજનક કહી શકાય, પરંતુ દેશમાં કયાંય પણ ગેસની અછતના કોઈ અહેવાલ નથી.
દરમ્યાન,
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે પણ જણાવ્યું હતું કે, ભારતના કૂટનીતિક
પ્રયાસોની અસરરૂપે બે એલપીજી જહાજો હોર્મુઝ માર્ગે ભારત આવ્યા છે.