• શુક્રવાર, 20 માર્ચ, 2026

રામ મંદિરમાં સ્વર્ણજડિત રામ યંત્રની સ્થાપના કરતા રાષ્ટ્રપતિ

નવી દિલ્હી, તા. 19 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા અયોધ્યાની મુલાકાત કરી હતી અને વિશેષ ધાર્મિક સમારોહ હેઠળ 150 કિલો સોનાથી જડિત શ્રી રામ યંત્રની સ્થાપના કરી હતી. ભારતના રાષ્ટ્રપતિના સત્તાવાર એક્સ હેન્ડલ ઉપર એક પોસ્ટમાં કહ્યું હતું કે, દ્રૌપદી મુર્મૂએ પવિત્ર અયોધ્યા ધામમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પૂજા કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પાવન અયોધ્યા ધામમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દર્શન કર્યા હતા. અમૃતાનંદમયી અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓની ઉપસ્થિતિમાં દિવ્ય મંદિરમાં શ્રીરામ યંત્રની સ્થાપના કરી હતી.

રાષ્ટ્રપતિ મુર્મૂએ રામલલા મંદિરમાં દર્શન અને આરતી કરી હતી થતા પ્રભુ રામલલા સમક્ષ સૌની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. 150 કિલો સોનાનાં સ્તર ચડેલી ધાતુની પ્લેટમાં વૈદિક અને બીજ મંત્ર લખવામાં આવ્યો છે. આ યંત્ર કાંચી કામકોટિ પીઠમના શ્રી રામ યંત્ર ઉપર આધારિત છે અને સ્વામી વિજયેન્દ્ર સરસ્વતીનાં માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક