• શુક્રવાર, 20 માર્ચ, 2026

DCના ફિલ્ડિંગ કોચ તરીકે આયરલેન્ડના જોન મૂનીની નિયુક્તિ

નવી દિલ્હી, તા.19: પોતાનો પહેલો આઇપીએલ ખિતાબ જીતવા મથી રહેલી ટીમ દિલ્હી કેપિટલ્સે આઇપીએલ-2026 સીઝન માટે આયરલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર જોન મૂનીની ફિલ્ડિંગ કોચ પદે નિયુક્તિ કરી છે. દિલ્હી કેપિટલ્સ ટીમના હેડ કોચ તરીકે હેમાંગ બદાણી છે. જ્યારે ઇયાન બેલ સહાયક કોચ અને મુનાફ પટેલ બોલિંગ કોચ છે. વેણુગોપાલ રાવ ટીમ ડાયરેક્ટર છે. હવે આ કોચિંગ સ્ટાફમાં ફિલ્ડિંગ કોચ તરીકે આયરલેન્ડના જોન મૂનીનો સમાવેશ કરાયો છે. તેમની પાસે ઇન્ટરનેશનલ કોચિંગનો અનુભવ છે. 2019-20માં તેઓ અફઘાનિસ્તાન ટીમના ફિલ્ડિંગ કોચ હતા. આ પછી વિન્ડિઝ ટીમ સાથે કામ કર્યું હતું. 44 વર્ષીય જોન મૂની આયરલેન્ડ તરફથી 64 વન ડે અને 27 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે. વન ડેમાં 963 અને ટી-20માં 231 રન છે. 48 અને 10 વિકેટ લીધી છે.

ઇ-પેપરના નવા શુલ્ક