• ગુરુવાર, 19 માર્ચ, 2026

હેઝલવૂડ IPLના શરૂઆતના મેચો ગુમાવશે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી ફિટનેસ સર્ટિફિકેટ મળ્યું નથી

નવી દિલ્હી તા.18: વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમ આઇપીએલ-2026 સીઝનના અભિયાનની શરૂઆત ઝડપી બોલર જોશ હેઝલવૂડ વિના કરશે. હેઝલવૂડને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી ફિટનેસ કલીયરન્સ સર્ટીફિકેટ હજુ મળ્યું નથી. હેઝલવૂડને આશા છે કે તે એકાદ સપ્તાહમાં ફિટનેસ ટેસ્ટ કલીયર કરી લેશે. હાલના સંજોગો અનુસાર હેઝલવૂડ ઓછામાં ઓછા બે મેચ ગુમાવશે તેવી સ્થિતિ છે. જે આરસીબી માટે મોટો ફટકો છે. પાછલી સીઝનમાં આરસીબી ચેમ્પિયન થયું ત્યારે હેઝલવૂડે 22 વિકેટ લીધી હતી.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પેટ કમિન્સને પણ ફિટનેસ પ્રમાણપત્ર હજુ આપ્યું નથી. આથી તે પણ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે શરૂઆતમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં. આથી હૈદરાબાદની કપ્તાની ઇશાન કિશન સંભાળશે.

ઇ-પેપરના નવા શુલ્ક