• ગુરુવાર, 19 માર્ચ, 2026

પાકિસ્તાન અમેરિકા માટે મોટું પરમાણુ જોખમ : ગબાર્ડ

ઈરાન સાથે યુદ્ધ વચ્ચે અમેરિકી ઈન્ટેલિજન્સ ચીફ તુસલી ગબાર્ડનું મોટું નિવેદન

વોશિંગ્ટન, તા. 18 : અમેરિકાની ગુપ્તચર એજન્સીના પ્રમુખ (ડાયરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સ) તુલસી ગબાર્ડે ઈરાન સાથે યુદ્ધ વચ્ચે પાકિસ્તાન મુદ્દે અત્યંત ગંભીર નિવેદન આપતા કહ્યું હતું કે, પાકિસ્તાન અમેરિકા માટે સૌથી મોટા પરમાણુ જોખમમાંથી એક છે. ગબાર્ડે  ઈરાન, ચીન, રશિયા અને ઉત્તર કોરિયાને પણ એવા દેશના રૂપમાં બતાવ્યા હતા, જે એવી ક્ષમતાઓ વિકસીત કરી રહ્યા છે જે અમેરિકાને જોખમમાં મુકી શકે છે.

તુલસી ગબાર્ડે બુધવારે પોતાના બ્રીફિંગમાં એવા પાંચ દેશોના નામ પ્રમુખતાથી લીધા હતા જે અમેરિકાની સુરક્ષા માટે જોખમી બનેલા છે. ગબાર્ડે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, રશિયા, ચીન, ઉત્તર કોરિયા, ઈરાન અને પાકિસ્તાન સતત એવી મિસાઈલ ટેક્નોલોજી વિકસીત કરી રહ્યા છે જે પરમાણુ અને પારંપરિક બન્ને પ્રકારના હથિયાર લઈ જવામાં સક્ષમ હોય. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન અમેરિકા માટે સૌથી મોટા પરમાણુ જોખમમાંથી એક છે.

અમેરિકી ઈન્ટેલિજન્સ ચીફ અનુસાર ઈરાન, ચીન, રશિયા, ઉત્તર કોરિયા અને પાકિસ્તાન પારંપરિક પ્રણાલીઓની સાથે નવી અને ઉન્નત મિસાઈલ સિસ્ટમ ઉપર કામ કરી રહ્યા છે. આ ક્ષમતાઓના કારણે અમેરિકા આ પાંચ દેશની મારક ક્ષમતાના દાયરામાં આવી ગયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક