મિયામી, તા.19: ફૂટબોલની દુનિયાના મહાનાયક લિયોનેલ મેસ્સીએ વધુ એક ઐતિહાસિક ઉપલબ્ધિ હાંસલ કરી છે. મેસ્સીએ પ્રતિસ્પર્ધી સત્તાવાર મેચોમાં 900 ગોલ પૂરા કર્યાં છે. આ રેકોર્ડ કરનારો તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પછીનો ફક્ત બીજો ફૂટબોલ ખેલાડી છે. જો કે તેણે રોનાલ્ડોથી ઓછા મેચમાં 900 ગોલના આંકડાને સ્પર્શ કરી નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ખાસ ઉપલબ્ધિ મેસ્સીએ ઇન્ટર મિયામી તરફથી રમતા કોનકાકાફ ચેમ્પિયન કપના નેશવિલ વિરુદ્ધના મેચમાં ગઇકાલે રાત્રે હાંસલ કરી છે.
રોનાલ્ડોએ
સપ્ટેમ્બર-2024માં 900 ગોલના આંકડાને સ્પર્શ કર્યો હતો. તે હાલ 96પ ગોલ સાથે સૌથી આગળ
છે અને 1000 ગોલના જાદુઇ આંકડા તરફ આગળ વધી રહ્યો છે. મેસ્સીએ 900 ગોલ માટે 1142 મેચ
રમ્યા છે. આ સામે રોનાલ્ડોએ 900 ગોલ માટે 1236 મેચ રમવા પડયા હતા. મેસ્સીના 900 ગોલમાં
672 બાર્સિલોના માટે, 32 પીએસજી માટે, 81 ઇન્ટર મિયામી માટે અને 11પ આર્જેન્ટિના માટે
છે.
જો
કે મેસ્સીનો રેકોર્ડબ્રેક ગોલ તેની ટીમ ઇન્ટર મિયામીને જીત અપાવી શકયો ન હતો. નેશવિલ
સામેનો મેચ 1-1થી ડ્રો રહ્યો હતો. ડ્રો મેચના પરિણામથી મેસ્સીની ટીમ ટૂર્નામેન્ટની
બહાર થઇ છે.