(અમારા
પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.14: દેશભરમાં દૂધના ભાવમાં વધારો થયો છે. બુધવારે અમૂલની
સાથે સાથે મધર ડેરીએ પણ તેમના પેકેજ્ડ દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો હતો, અને બન્ને
કંપનીઓ તરફથી દૂધના નવા વધેલા ભાવ આજે 14મે, ર0ર6થી અમલમાં આવ્યા છે.
અમૂલ
મિલ્કના ભાવમાં પ્રતિ લિટર રનો વધારો જોવા મળ્યો છે, ત્યારે મધર ડેરીના પેકેજ્ડ દૂધમાં
પણ તે જ પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. કંપનીઓએ આ ભાવ વધારાનું કારણ વધતા ખર્ચને ગણાવ્યું
છે.
દેશમાં
ફુગાવાનો દર વધારતા અમૂલએ લગભગ એક વર્ષ પછી તેના દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત
કરી છે. કંપનીએ છેલ્લે 1મે, ર0રપના રોજ ભાવ વધારાની જાહેરાત કરી હતી, અને હવે 14મેથી
તેના દૂધના ભાવ ફરી વધ્યા છે. મધર ડેરીએ પણ આજરોજ 14 મેને ગુરુવારથી તેના દૂધના ભાવવધારાની
જાહેરાત કરી છે. મધર ડેરીએ પણ સમગ્ર ભારતમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર ર રૂપિયાનો વધારો
કર્યો છે. આ વધારો ઈનપુટ ખર્ચમાં વધારાને કારણે થયો છે.
તાજેતરના
વધારા પછી મધર ડેરીના ફુલ-ક્રીમ દૂધ (પેકેટેડ)ની કિંમત હવે પ્રતિ લિટર 72, પેકેજ્ડ
ટોન્ડ દૂધની કિંમત 58થી 60 અને ડબલ ટોન દૂધની કિંમત 54 પ્રતિ લિટર છે. ગાયના દૂધના
ભાવ 60 પ્રતિ લિટરથી વધારીને 62 કરવામાં અવ્યા છે.