અમદાવાદના યુવકો સાથે દુર્ઘટના, ત્રણનો ગ્રામજનોએ બચાવ કર્યો
ધ્રાંગધ્રા,
તા.13: ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે હનુમાનજી મંદિર ખાતે યોજાયેલા હવન પ્રસંગે
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારથી કેટલાક યુવાનો આવ્યા હતા. પ્રસંગ દરમિયાન પાંચ યુવાનો
ગામના તળાવમાં નહાવા માટે ગયા હતા. અચાનક તેઓ ઊંડા પાણીમાં જતા ડૂબવા લાગ્યા હતા. ઘટનાની
જાણ થતાં જ ગામલોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ત્રણ યુવાનોને
સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હતી જોકે બે યુવકો પાણીમાં ડૂબી જતા તેમનું મૃત્યુ
નીપજ્યું હતું.
મળતી
માહિતી પ્રમાણે ગાજણવાવ ગામે હનુમાનજી મંદિર ખાતે યોજાયેલા હવન પ્રસંગે અમદાવાદના અમરાઈવાડી
વિસ્તારથી કેટલાક યુવાનો આવ્યા હતા. પ્રસંગ દરમિયાન પાંચ યુવાન ગામના તળાવમાં નહાવા
માટે ગયા હતા. અચાનક તેઓ ઊંડા પાણીમાં જતા ડૂબવા લાગ્યા હતા. જેમાં રચિત દિલીપભાઈ પરમાર
(ઉં.વ. અંદાજે 15) તથા મોહિત જયેશભાઈ છાંસીયા (ઉં.વ. અંદાજે 20), બન્ને રહે. અમરાઈવાડી,
તા.-જિ. અમદાવાદના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. ઘટના બાદ બન્ને યુવકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ
માટે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવને લઈને સ્થાનિક
પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાથી ગાજણવાવ ગામ તેમજ મૃતકોના
પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.