નો રિપીટ થીયરી સાથે ભાજપે મેદાને ઉતાર્યા ચાર નવા ચહેરા; તમામ વહીવટી અને રાજકીય તૈયારીઓ આટોપી લેવાઈ
અમદાવાદ,
તા. 7 : ગાંધીનગરમાં મુખ્યમંત્રી આવાસ ખાતે આજે સવારે 10 વાગ્યાથી શરૂ થયેલી ભાજપની
હાઇવોલ્ટેજ બેઠક બપોરે 1 વાગ્યે પૂર્ણ થઈ હતી. આશરે ત્રણ કલાક સુધી ચાલેલી આ સમીક્ષા
બેઠકમાં ભાજપ તરફથી રાજ્યસભાના ચાર ઉમેદવારનો વિધિવત્ પરિચય કરાવવામાં આવ્યો હતો. આ
સાથે જ આવતીકાલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્રક ભરવા સંદર્ભે અને જરૂરી ટેકેદારોની
સહીઓ તેમજ કાનૂની પ્રક્રિયા અંગે સઘન ચર્ચા કરવામાં આવી હતી. તમામ વહીવટી અને રાજકીય
તૈયારીઓ આટોપી લેવામાં આવી છે અને નક્કી થયા મુજબ આવતીકાલે ભાજપના ચારેય રાજ્યસભા ઉમેદવારો
પોતાના ફોર્મ સત્તાવાર રીતે ભરશે.
અહીં
નોંધવું ઘટે કે, આ વખતે ભાજપે નો રિપીટ થિયરી અમલમાં મૂકી છે. એટલે કે હાલના કોઈપણ
રાજ્યસભા સાંસદને ફરીથી ઉમેદવારી આપવામાં આવી નથી અને નવા ચહેરાઓ પર વિશ્વાસ વ્યક્ત
કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોમાં રાજુભાઈ શુકલા, જીતેન્દ્ર
કણજારિયા, મુકેશ રાઠવા અને માનાસિંહ પરમારનો સમાવેશ થાય છે.