• સોમવાર, 08 જૂન, 2026

વૈભવ સૂર્યવંશી માટે ઇઈઈઈંએ લીધો મહત્વનો નિર્ણય

ઈંગ્લેન્ડ પ્રવાસે માતા-પિતાને સાથે જવા માટે આપી વિશેષ મંજૂરી

નવી દિલ્હી, તા. 7 : ભારતીય ક્રિકેટ ટીમમાં 15 વર્ષની ઉમરે સામેલ થવું એક અસાધારણ ઉપલબ્ધિ છે. જો કે વૈભવ સૂર્યવંશીની વાત માત્ર રેકોર્ડ અને રન સુધી સીમિત નથી. બીસીસીઆઈએ વૈભવ માટે એક ખાસ વ્યવસ્થા પણ કરી છે. જે બતાવે છે કે બોર્ડ સૂર્યવંશીની પ્રતિભાની સાથે ઉમર અને જરૂરીયાતને પણ ગંભીરતાથી સમજે છે.

આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ટી20 શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવેલા સૂર્યવંશી સાથે  ઈંગ્લેન્ડ પ્રવાસે તેમના માતા-પિતા પણ જઈ શકશે. બીસીસીઆઈએ વિશેષ મંજૂરી આપતા કહ્યું હતું કે, 15 વર્ષના ખેલાડીને વિદેશી પરિસ્થિતિ અને સીનિયર ટીમના માહોલમાં સહજતાનો અનુભવ કરાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું હતું કે, વૈભવ સૂર્યવંશી હજી સગીર છે અને પોતાની ઉમરના ખેલાડીઓ સાથે જ યાત્રા કરી છે. જો કે સીનિયર ટીમ સાથેની મુસાફરીનો માહોલ અલગ રહેશે. આ માટે બોર્ડે નક્કી કર્યું છે કે ઈંગ્લેન્ડ પ્રવાસે સૂર્યવંશીની સાથે માતા પિતા કે પરિવારની કોઈ વ્યક્તિ સાથે રહી શકશે.

ઇ-પેપરના નવા શુલ્ક