• રવિવાર, 07 જૂન, 2026

ટ્રમ્પે ખામેનીને મળવાની તૈયારી દેખાડી

ઈરાને કહ્યું, ટ્રમ્પ હવામાં વાતો બંધ કરીને વાસ્તવિક દુનિયામાં આવે

નવીદિલ્હી, તા.6 : અમેરિકા અને ઈરાન વચ્ચે તનાવમાં એક નવો કૂટનૈતિક વિવાદ છેડાઈ ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નવા સર્વોચ્ચ નેતા અયાતુલ્લા મોઝતબા ખામેની સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેના ઉપર ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ વ્યંગ કરતા કહ્યું હતું કે, ટ્રમ્પે વાસ્તવિક દુનિયામાં જીવવાની જરૂર છે.

ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, જો તહેરાન સાથે કોઈ નક્કર સમજૂતી થાય તો તેઓ ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીને મળવા માટે તૈયાર છે. ટ્રમ્પે આગળ કહ્યું હતું કે, જો આવી કોઈ મુલાકાતનું આયોજન થાય તો પોતે સન્માનિત મહેસૂસ કરશે.

જ્યારે ટ્રમ્પની આવી તૈયારી વિશે અરાઘચીને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે ટ્રમ્પને વ્યવહારિક બનવાની સલાહ આપી દીધી હતી. અરાઘચીએ કહ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિએ હવામાં વાતો કરવાના બદલે અસલી દુનિયામાં વિચારવું અને જીવવું જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક