છઇઈંના નવા નિયમ બાદ 730થી ઓછા સિબિલવાળા લોકોને બેન્કો લોન દેવી ટાળશે
નવી
દિલ્હી, તા. 7 : ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆ)નો નવો નિયમ પહેલી એપ્રિલ 2027થી લાગુ
થયા બાદ આવતાં વર્ષથી નબળા સિબિલ સ્કોરવાળા લોકોને લોન લેવી મુશ્કેલ બની જશે.
કોઇ
ગ્રાહક લોનના બે હપ્તા ચૂકી જશે તો બેન્કોએ 12 ગણી વધુ રકમ અલગ રાખવી પડશે. મતલબ કે,
બેલેન્સશીટમાંથી તેટલા પૈસા નીકળી જતાં બેન્કોનો નફો 42 હજાર કરોડ રૂપિયા સુધી ઘટી
જશે.
આ નિયમ
બાદ બેન્કો નબળા એટલે કે, 730થી ઓછા ક્રેડિટ સ્કોરવાળા લોકોને લોન આપવાનું ટાળી શકે
છે.
આવા
કિસ્સામાં લોન આપશે તો બેન્કો વ્યાજદરો વધારવા સાથે કોલેટ્રલ (ગેરંટી) વધુ માગશે. ચિંતાની
વાત એ છે કે, દેશના અડધાથી વધુ એટલે કે લગભગ 62 ટકા લોકોનો સિબિલ સ્કોર 730થી ઓછો છે.
આ સત્ય
નજર સામે રાખતાં આવા લોકો માટે ઘર, વાહન કે શિક્ષણની લોન લેવી મુશ્કેલ બની જશે. નવા
નિયમ હેઠળ બેન્કોએ પહેલાંથી અનુમાન કરવું પડશે કે કેટલી લોન ડૂબી શકે છે. 25 લાખની
હોમલોન પર હપ્તા ચૂકવવામાં 30 દિવસ ચડી જશે તો પણ 18 હજાર રૂપિયા અલગ રાખવા પડશે.