ન્યુઝિલેન્ડ જીતના 224ના લક્ષ્ય સામે ચોથા દિવસે 138મા ઢેર : એસકિંટનની 5 વિકેટ
નવી
દિલ્હી, તા. 7 : ન્યુઝિલેન્ડની ટીમ વર્તમાન સમયે ઈંગ્લેન્ડના પ્રવાસે છે. જ્યાં ઈંગ્લીશ
ટીમ સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ શ્રેણીનો પહેલો મેચ ચાર જૂનથી લંડનના
લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયો હતો. જેનું પરિણામ સાતમી જુને આવ્યું હતું. મેચમાં
મેજબાન ઈંગ્લેન્ડે ન્યુઝિલેન્ડને 115 રનના મોટા અંતરથી હરાવ્યું હતું.
મેચમાં
ન્યુઝિલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ
પુરી રીતે લથડી હતી અને 39.4 ઓવરમાં 110ના સ્કોરે ઢેર થઈ હતી. જેમાં હેરી બ્રુકે સર્વાધિક
56 રન કર્યા હતા. મેચમાં ન્યુઝિલેન્ડ તરફથી કાઈલ જેમીસને 5 વિકેટ લીધી હતી. પહેલી ઈનિંગના
110ના જવાબમાં કીવી ટીમ પણ 113ના સ્કોરે ઢેર
થઈ હતી. ઈંગ્લેન્ડના ઓલી રોબિન્સને કહેર વરસાવતા 10.5 ઓવરમાં 39 રન આપીને પાંચ વિકેટ
લીધી હતી.
પોતાના
બીજા દાવમાં ઈંગ્લેન્ડે વાપસી કરતા ઈમોલો ગેની અર્ધસદી અને જેમી સ્મિથની 39 રનની ઈનિંગની
મદદથી ન્યુઝિલેન્ડને જીત માટે 224 રનનું લક્ષ્ય આપ્યું હતું. જેના જવાબમાં ન્યુઝિલેન્ડની
પુરી ટીમ ચોથા દિવસે 138 રને ઢેર થઈ હતી. ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં ગસ એસકિંટને
30 રન આપીને પાંચ વિકેટ લીધી હતી.