સોનું વેચ્યું નથી, ભંડારમાં ઉલટો વધારો થયો છે : ગવર્નર
નવી દિલ્હી, તા.6 : ભારતીય રિઝર્વ
બેંક (RBI)
ના સોનાના રિઝર્વ વેલ્યૂમાં 2 અબજ ડોલરથી વધુનો ઘટાડો નોંધાયો છે. RBI દ્વારા જાહેર કરવામાં આવેલા
તાજેતરના સાપ્તાહિક રિપોર્ટ અનુસાર, 29મી મે, 2026ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન
સોનાના રિઝર્વ વેલ્યૂમાં 2.19 અબજ ડોલરનો ઘટાડો
દર્શાવવામાં આવ્યો છે. ગોલ્ડ રિઝર્વના વેલ્યૂમાં
થયેલા આ મોટા ઘટાડાને પગલે બજારમાં એવી અટકળો શરૂ થઈ હતી કે મધ્યસ્થ બેંકે સોનું વેચ્યું હશે, પરંતુ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આ તમામ
અટકળોને નકારી કાઢી છે. સેન્ટ્રલ બેંકનું ગોલ્ડ
રિઝર્વ યથાવત્ છે, એટલું જ નહીં, તેમાં થોડો વધારો પણ થયો છે.’