અકોલાની સરકારી મેડિકલ કોલેજનો વીડિયો વાયરલ : ડીને કહ્યું, શિક્ષાના અભાવે બનાવ બન્યો
ભોપાલ,
તા. 7 : અકોલાની સરકારી મેડિકલ કોલેજનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો
છે. જેમાં એક આદિવાસી મહિલા પોતાના બીમાર પતિને પીઠ ઉપર ઊંચકીને અલગ અલગ વિભાગમાં જતી
જોવા મળી રહી છે. આ ઘટનાએ હોસ્પિટલમાં દર્દીઓની દેખરેખના મુદ્દે ચિંતામાં વધારો કર્યો
છે.
જીએમસીના
ડીન ડો. સંજય સોનોનેએ કહ્યું હતું કે આ વીડિયો હોસ્પિટલને બદનામ કરવાની એક કોશિશ છે.
વીડિયોમાં મહિલા એક બાળક સાથે સ્ટ્રેચર અથવા વ્હીલચેરથી બીજા વિભાગમાં જતી જોવા મળે
છે. આ સાથે ડીને સ્ટાફ વીડિયો બનાવવાનો ઈનકાર કરી રહ્યા હતા અથવા રોકી રહ્યા હતા તેવી
વાતનો પણ ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કદાચ શિક્ષાના અભાવનાં કારણે મહિલાને
હોસ્પિટલની પ્રક્રિયાનો ખ્યાલ નહોતો. મહિલા
ઓપીડીના સમય બાદ આવી હતી અને પતિને સીધા અંદર લઈ ગઈ હતી. વધુમાં સ્ટ્રેચર કે
વ્હીકલ માટે કોઈનો સંપર્ક પણ કર્યો નહોતો. જો કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.