• સોમવાર, 08 જૂન, 2026

ભ્રષ્ટાચારના આરોપી ઝખઈ નેતાનું માથું મુંડાવ્યું, જૂતાની માળા પહેરાવી

100 દિવસની રોજગાર યોજના (મનરેગા)ના ભંડોળમાં કૌભાંડ અને ભ્રષ્ટાચારના આરોપોમાં પશ્ચિમ બંગાળના એક ટીએમસી નેતાને ગ્રામ્ય લોકોના આક્રોશનો સામનો કરવો પડયો હતો. રોષે ભરાયેલા લોકોએ નેતાને ઘેરી લીધા હતા અને કમરે રસ્સી બાંધી, માથું મંડાવીને ગળામાં જૂતાની માળા પહેરાવી વિસ્તારમાં ફેરવ્યા હતા. આ ઘટનાથી શ્યામપુર ક્ષેત્રમાં સનસની મચી હતી. હંગામાનો શિકાર બનેલા ટીએમસી નેતાનું નામ સંન્યાસી માન્ના બતાવવામાં આવી રહ્યું હતું. બાદમાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને નેતાને છોડાવ્યા હતા. માન્ના ઉપર લાંબા સમયથી લોકોની રોજગારીના ભંડોળમાં ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લાગી રહ્યો હતો અને લોકોમાં ભારે રોષ હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક