સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ ઃ મરણોન્મુખ નિવેદન કેસમાં મુખ્ય પુરાવો બનશે
(અમારા પ્રતિનિધિ
તરફથી)
પાટણ, અમદાવાદ,
તા. 14ઃ
ગુજરાતમાં વ્યાજખોરીનું
દૂષણ માજા
મૂકી રહ્યું
છે, ત્યારે
પાટણ શહેરમાંથી
અત્યંત ચોંકાવનારી
ઘટના સામે
આવી છે.
અહીં માત્ર
પાંચ હજાર
રૂપિયા જેવી
મામૂલી રકમની
ઉઘરાણી બાબતે
એક નિર્દયી
વ્યાજખોરે ઘરમાં
ઘૂસીને વિધવા
મહિલા પર
જ્વલનશીલ પ્રવાહી
છાંટી જીવતી
સળગાવી દીધી
હતી. ગંભીર
રીતે દાઝી
ગયેલી પીડિત
મહિલાને તાત્કાલિક
ધારપુર સિવિલ
હોસ્પિટલમાં સારવાર
અર્થે ખસેડવામાં
આવી હતી,
જ્યાં ટૂંકી
સારવાર બાદ
તેમનું કમકમાટીભર્યું
મૃત્યુ નીપજ્યું
હતું. જોકે,
મૃત્યુ પહેલાં
ગંભીર હાલતમાં
પણ મહિલાએ
હિંમત દાખવીને
પોલીસ સમક્ષ
સમગ્ર આપવીતી
વર્ણવતું અંતિમ
નિવેદન આપ્યું
હતું, જે
હવે આ
કેસમાં કાનૂની
રીતે સૌથી
મજબૂત પુરાવો
બનશે. આ
હૃદયદ્રાવક ઘટનાને
પગલે સ્થાનિક
પોલીસ સ્ટેશનમાં
વ્યાજખોર વિરુદ્ધ
હત્યાનો ગુનો
દાખલ કરવામાં
આવ્યો છે.
આ ઘટનાની
વિગત મુજબ
પાટણના ખાલકપુરા
વિસ્તારમાં રહેતા
અને છ
વર્ષ અગાઉ
પતિ ગુમાવી
ચૂકેલા પિન્કીબેન
પટણી (ઉં.વ.
35) એ ઘરકામ
અને
જરૂરિયાત માટે
સ્થાનિક વ્યાજખોર
બાબુ શંકરભાઈ
રાવળ પાસેથી
પાંચ હજાર
રૂપિયા ઉછીના
લીધા હતા.
ગત 12 જુલાઈના
રોજ બપોરે
બાબુ રાવળે
વ્યાજ સહિતના
નાણાંની કડક
ઉઘરાણી શરૂ
કરી હતી.
પૈસાની તાત્કાલિક
સગવડ ન
હોવાથી પિન્કીબેન
નજીકમાં રહેતા
પરિચિતના ઘરે
ગયા હતા,
પરંતુ ઉશ્કેરાયેલો
આરોપી બાબુ
પ્લાસ્ટિકની ડોલમાં
જ્વલનશીલ પ્રવાહી
ભરીને ત્યાં
પહોંચી ગયો
હતો અને
પિન્કીબેન પર
રેડીને દિવાસળી
ચાંપી દીધી
હતી. આ
હ્નમલા દરમિયાન
આગની જ્વાળાઓ
વ્યાજખોર બાબુને
પણ નડતા
તે પોતે
40 ટકા જેટલો
દાઝી ગયો
હતો. હાલમાં
પાટણ સિટી
એ ડિવિઝન
પોલીસે ગુનો
નોંધી, દાઝી
ગયેલા આરોપીને
પોલીસ જાપ્તા
હેઠળ હોસ્પિટલમાં
રાખી આગળની
તપાસ તેજ
કરી છે.