આગામી એક સપ્તાહ ભારે વરસાદની શક્યતા નહિવત્; બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થતાં 22થી 30 જુલાઈ દરમિયાન મેઘરાજા ધબધબાટી બોલાવશે
(ફૂલછાબ
ન્યુઝ)
અમદાવાદ, તા.
14ઃ ગુજરાતમાં
છેલ્લા કેટલાક
દિવસોથી વરસાદનું
જોર ઘટÎું
છે અને
વાતાવરણ મહદઅંશે
સૂકું જોવા
મળી રહ્યું
છે, ત્યારે
હવામાન વિભાગ
અને હવામાન
નિષ્ણાતો દ્વારા
આગામી દિવસો
માટે વરસાદની
મહત્વની આગાહી
કરવામાં આવી
છે. ચાલુ
સપ્તાહે ભારે
વરસાદની કોઈ
શક્યતા નથી,
પરંતુ 20 જુલાઈ
બાદ રાજ્યમાં
ચોમાસાનો બીજો
રાઉન્ડ ધમાકેદાર
રીતે શરૂ
થવાના સંકેતો
મળતા નાગરિકો
અને ખેડૂતોમાં
આનંદની લાગણી
છવાઈ છે.
હવામાન નિષ્ણાતોએ
જણાવ્યા અનુસાર
રાજ્યમાં ફરી
વરસાદી માહોલ
જામવાનો છે.
હાલમાં બંગાળના
ઉપસાગરમાં સક્રિય
થયેલી સિસ્ટમની
અસર આગામી
દિવસોમાં ગુજરાત
સુધી પહોંચશે,
જેના કારણે
રાજ્યના અનેક
વિસ્તારોમાં વરસાદની
પ્રવૃત્તિમાં વધારો
જોવા મળી
શકે છે,
છેલ્લા કેટલાક
દિવસોથી ઘણા
વિસ્તારોમાં વરસાદનું
જોર ઘટÎું
હતું, પરંતુ
હવે હવામાનમાં
ફરી ફેરફાર
થવાની શક્યતા
છે. બંગાળના
ઉપસાગરમાં સક્રિય
થયેલી સિસ્ટમ
રાજ્યમાં વરસાદ
લાવવામાં મહત્વની
ભૂમિકા ભજવશે.
જ્યારે 22થી
30 જુલાઈ દરમિયાન
દક્ષિણ ગુજરાત,
સૌરાષ્ટ્ર, ઉત્તર
ગુજરાત, મધ્ય
ગુજરાત અને
કચ્છ સહિત
રાજ્યના અનેક
વિસ્તારોમાં વરસાદી
માહોલ જામવાની
શક્યતા વ્યક્ત
કરવામાં આવી
છે. વરસાદી
સિસ્ટમ વધુ
મજબૂત બનતાં
સૌરાષ્ટ્રના વિવિધ
વિસ્તારોમાં સારા
વરસાદની શક્યતા
છે. ખેડૂતો
માટે પણ
આ વરસાદ
લાભદાયી બની
શકે છે.
આ ઉપરાંત
ઉત્તર ગુજરાત
અને મધ્ય
ગુજરાતના વિસ્તારોમાં
પણ વરસાદની
આગાહી કરવામાં
આવી છે.
ઘણા વિસ્તારોમાં
હળવાથી મધ્યમ
અને કેટલાક
સ્થળોએ ભારે
વરસાદ નોંધાઈ
શકે છે.
વરસાદના કારણે
તાપમાનમાં ઘટાડો
થશે અને
વાતાવરણમાં ઠંડકનો
અનુભવ થશે.