સીંગતેલમાં રૂ.50, કપાસિયા તેલમાં રૂ. 30 અને પામતેલમાં રૂ.15 ઉંચકાઈ ગયા ઃ વૈશ્વિક બજારમાં યુધ્ધની સ્થિતિથી ક્રૂડના ભાવ ફરી ઉંચકાતા રસોઈ બની મોંઘી
(ફૂલછાબ
ન્યૂઝ)
રાજકોટ, તા.14
ઃ મધ્ય
પૂર્વમાં ચાલી
રહેલા સંઘર્ષ
વચ્ચે ફરી
તણાવ વધતા
ક્રૂડના ભાવમાં
ભડકો થયો
છે. ક્રૂડની
અસરે તેલના
ભાવ ઉંચકાવા
લાગતા ઘરેલુ
બજારમાં પણ
એકાએક તેજી
થઈ ગઈ
છે. તેલના
ભાવ વધી
જતા મધ્યમ
વર્ગ ઉપર
મોંઘવારીનો માર
પડÎો
છે. કાચા
માલની અછતથી
સીંગતેલનો ડબો
રૂ.2800ને
પાર પહોંચી
ગયો છે.
સીંગતેલમાં રૂ.50,
કપાસિયા તેલમાં
રૂ. 30 અને
પામતેલમાં રૂ.15
ઉંચકાઈ ગયા
હતા.
અમેરિકા-ઈઝરાયેલ
અને ઈરાન
વચ્ચે 28 ફેબ્રુઆરીથી
યુધ્ધ શરૂ
થતા આંતરરાષ્ટ્રીય
બજારમાં ક્રૂડતેલમાં
જોરદાર તેજી
થઈ ગઈ
હતી અને
ભાવ 100 ડોલરને
વટાવી ગયો
હતો. જેની
અસરથી મલેશિયન
પામતેલ વાયદામાં
ઉછાળો નોંધાતા
ખાદ્યતેલ બજાર
ઉંચકાઈ ગઈ
હતી. જોકે
બાદમાં યુધ્ધ
વિરામ થતા
ક્રૂડના ભાવ
ઘટીને 60 ડોલર
સુધી આવી
જતા ખાદ્યતેલના
ભાવ નીચા
આવ્યા હતા
પરંતુ અચાનક
ઈરાન અને
અમેરિકા વચ્ચે
ફરી તણાવ
ઉંભો થયો
છે. બંને
દેશો દ્વારા
સામસામા હુમલાઓ
થતા ક્રૂડના
ઝડપભેર ઉંચકાવા
લાગ્યા છે.
જેની અસર
ખાદ્યતેલ ઉપર
પડી છે.
સીંગતેલમાં એક
દિવસમાં જ
રૂ.50નો
ઉછાળો નોંધાતા
ડબો રૂ.
2770-2820 ઉપર પહોંચી
ગયો છે.
આ ઉપરાંત
કપાસિયા તેલમાં
રૂ. 30, પામતેલમાં
રૂ.15, સૂર્યમુખીમાં
રૂ. 20, મકાઈ
તેલમાં રૂ.
10, સરસવ તેલમાં
રૂ. 20 વનસ્પતિ
ઘીમાં રૂ.
30, કોપરેલમાં રૂ.
50 અને દિવેલમાં
રૂ. 20નો
ઉછાળો નોંધાયો
હતો.
છેલ્લા એક
પખવાડિયામાં સીંગતેલ
રૂ.100, કપાસિયા
તેલ રૂ.
75, પામતેલ રૂ.
45, સૂર્યમુખી તેલ
રૂ. 40, મકાઈ
તેલ રૂ.
10, સરસવ તેલ
રૂ. 80, વનસ્પતિ
ઘી રૂ.
60 અને દિવેલ
રૂ. 20 મોંઘુ
બન્યું છે.
ગત વર્ષે
મગફળીનું મબલક
ઉત્પાદન બાદ
ટેકાના ભાવે
રેકોર્ડબ્રેક 18 લાખ
ટનની ખરીદી
અને ખેડૂતોએ
ખૂલ્લા બજારમાં
માલ વેચી
નાંખ્યા બાદ
હવે સીઝન
પૂરી થઈ
જતા સીંગતેલમાં
તેજી જોવા
મળી રહી
છે. સરકારના
ગોદામો મગફળીથી
ભરેલા છે.
જોકે ઉંચા
ભાવે હરાજી
થતા તેલ
મિલરોને પડતર
લાગતી નથી.
મોટાભાગનો માલ
દાણાવાળાના હાથમાં
જઈ રહ્યો
છે. પીલાણમાં
કાચા માલની
અછતને પગલે
છેલ્લા બે
દિવસમાં લૂઝનો
ભાવ રૂ.50
ઉંચકાઈ ગયો
છે.