(ફૂલછાબ ન્યુઝ)
જેતપુર,
તા.30: જેતપુરના ખીરસરા રોડ પર આવેલા ભાદર નદીના નાળ પાટ ચેકડેમ ખાતે મિત્રો સાથે નાહવા
પડેલા બે યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને
પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિક લોકોના ટોળાં ઉમટી
પડયા હતા.
ઘટનાની
જાણ થતાં નગરપાલિકાનો ફાયર ફાઈટર કાફલો અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
ભારે શોધખોળ બાદ મૃતકોને બહાર લાવ્યા હતા, જ્યાં 108 એમ્બ્યુલન્સના સ્ટાફે સામાકાંઠા
વિસ્તારમાં રહેતા વસીમ હુસેન પરમાર (ઉં.વ. 20) અને કાદિર અમીન દોઢિયા (ઉં.વ. 17) નામના
બંને યુવાનોને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.