• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ એકનું મૃત્યુ

મૃત્યુઆંક વધીને 14 પર પહોંચ્યો, 27 આરોપીઓ જેલહવાલે

ભાવનગર, તા.3 : ભાવનગર જિલ્લામાં ઝેરી અને નકલી દારૂના કારણે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં સારવાર હેઠળ રહેલા વધુ એક દર્દીનું મૃત્યુ થતાં મૃત્યુઆંક વધીને 14 પર પહોંચ્યો છે, જ્યારે સ્ટેટ મોનિટારિંગ સેલ દ્વારા કરવામાં આવી રહેલી સઘન તપાસમાં અત્યાર સુધી કુલ 39 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અગાઉના તથા તાજેતરમાં રિમાન્ડ પૂર્ણ થયેલા 13 આરોપીઓ સહિત કુલ 27 આરોપીઓને કોર્ટના આદેશથી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

 આ સમગ્ર પ્રકરણમાં મદદનીશ પોલીસ અધીક્ષકની કચેરીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપાસિંહ ગોહિલ સહિત કુલ 12 જેટલા આરોપીઓ હજુ પોલીસ રિમાન્ડ હેઠળ છે, જેઓની પૂછપરછમાં અરાવિંદ ઉર્ફે પાંડે સોલંકી, સંજય ઉર્ફે 4040 મકવાણા, નીતિનભાઈ ઉર્ફે મુના મોરી, આનંદ છાંડી, કિશોર ઉર્ફે પોચો સોલંકી, મયુર સોલંકી, સંજયભાઈ, મુકેશ ઉર્ફે કચોરી બારૈયા, સંજય ઉર્ફે ચકરમ બારૈયા, નિર્મલાસિંહ વાઘેલા, પાર્થરાજાસિંહ ગોહિલ, સંજય ચાવડા તથા ભાગીરીથાસિંહ ગોહિલ સહિતના શખસની સંડોવણી અને નકલી દારૂના ઉત્પાદનથી લઈને વિતરણ સુધીની કડીઓ બાબતે એજન્સી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક