(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.7ઃ
આમ આદમી
પાર્ટીના ડેડિયાપાડાના
ધારાસભ્ય ચૈતર
વસાવાને હાઈકોર્ટ
તરફથી આંશિક
રાહત મળી
છે. નર્મદા
જિલ્લામાં વન
અધિકારી પર
હુમલાના કેસમાં
હાઈકોર્ટે ધારાસભ્યના
સાત દિવસના
હંગામી જામીન
મંજૂર કર્યા
છે. આ
સાથે જ
તેઓ 9 સપ્ટેમ્બરથી
શરૂ થઈ
રહેલા વિધાનસભાના
ચોમાસુ સત્રમાં
હાજર રહી
શકશે. ગુજરાત
હાઈકોર્ટે ચૈતર
વસાવાને કડક
શરતો સાથે
જામીન પર
મુક્ત કર્યા
છે. વસાવાના
વકીલ દ્વારા
15 દિવસના જામીનની
માગ કરવામાં
આવી હતી,
જ્યારે સરકારી
વકીલે જામીનનો
વિરોધ નોંધાવ્યો
હતો. હાઈકોર્ટે
તમામ દલીલોને
ધ્યાનમાં રાખીને
ધારાસભ્યના સાત
દિવસના જામીન
મંજૂર કર્યા
હતા. હાલમાં
ચૈતર વસાવા
વડોદરા જેલમાં
સજા કાપી
રહ્યા છે.
હાઈકોર્ટના જસ્ટિસ
વિમલ.કે.વ્યાસે
‘આપ’ના ધારાસભ્યને
આંશિક રાહત
આપતા સાત
દિવસ માટે
જામીન મંજૂર
કર્યા હતા.
આ સાથે
જ કોર્ટે
આકરી શરતો
મૂકી હતી
જેમાં ચૈતર
વસાવા પાટનગર
ગાંધીનગર છોડીને
નહીં જઈ
શકે. આ
ઉપરાંત તે
મીડિયા કે
કોઈ જાહેર
સંબોધન પણ
કરી શકશે
નહીં. ખાસ
કરીને તે
મીડિયાને ઈન્ટરવ્યૂ
પણ નહીં
આપી શકે.
રાજ્ય સરકાર
પક્ષે હાજર
વકીલે વસાવાના
જામીનનો વિરોધ
કર્યો હતો
અને એવી
દલીલ કરી
હતી કે,
લાંબા સમયથી
તેમને તક
અપાઈ હોવા
છતાં તેમણે
વિધાનસભા સમક્ષ
કોઈ પ્રશ્ન
રજૂ કર્યો
નથી. એટલા
માટે કોર્ટે
તેમની જામીન
અરજી પર
વિચાર કરવો
જોઈએ નહીં.
જો કોર્ટ
તેના પર
વિચાર કરે
છે તો
યોગ્ય શરતો
સાથે ત્રણ
દિવસથી વધુના
જામીન મંજૂર
કરવા જોઈએ
નહીં. હાઈકોર્ટે
નોંધ્યું કે
રાજ્ય દ્વારા
વસાવાને વિધાનસભાના
સત્રમાં હાજર
રહેવા આમંત્રણ
મળ્યું છે
અને તેમનું
ધારાસભ્ય પદ
રદ નથી
થયું તો
પછી સરકાર
તેની જામીન
અરજીનો વિરોધ
કેવી રીતે
કરી શકે.