• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

મુંદ્રામાં ખાલી કન્ટેઇનર ડેપો સંચાલકોની હડતાળથી નિકાસમાં મોટી અડચણ

(અમારા પ્રતિનિધિ તરફથી)

રાજકોટ,તા.7 મુંદ્રાથી નિકાસ કરનારા નિકાસકારો દસેક દિવસથી ગંભીર મુશ્કેલીમાં ફસાયા છે. મુંદ્રા બંદર પર ખાલી કન્ટેઇનર ડેપોના સંચાલકો (મુંદ્રા એમ્પ્ટી કન્ટેઇનર યાર્ડઝ એન્ડ એલાઇડ સર્વિસ પ્રોવાઇડર એસો.) દ્વારા 28 ઓગસ્ટથી હડતાળ પાડવામાં આવી છે. આયાત નિકાસકારો માટે કન્ટેઇનરની અવરજવર ખોરવાઇ ગઇ છે. ટ્રાન્સપોર્ટરોએ પણ કામગીરી બંધ કરી દીધી છે કારણ કે ખાલી કન્ટેઇનરો છોડવા અને પરત કરવા સામે પ્રતિબંધોનો સામનો કરવો પડે છે. મુંદ્રા સેઝમાં પોર્ટની બહાર આવેલા ખાલી કન્ટેનર યાર્ડના કોડ ફીઝ કરવામાં આવતા તથા શાપિંગ લાઈન્સને નિયત ખાલી કન્ટેનર યાર્ડમાં મોકલવા માટેની વ્યવસ્થાના કારણે નિકાસકારોને કામગીરીમાં સમસ્યા થઇ રહી છે.

નવી વ્યવસ્થા હેઠળ શિપીંગ લાઇન્સને મુંદ્રા સેઝની અંદર નિયુક્ત સુવિધાઓમાં ખાલી કન્ટેઇનર નોમિનેટ કરાવવા જરુરી થઇ ગયા છે

રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા કહે છે, અમે કેન્દ્રના પોર્ટ, શિપીંગ અને વોટરવેઝ સેક્રેટરીને મડાગાંઠનો ઉકેલ લાવવા રજૂઆત કરી છે. તેમણએ કહ્યું કે, દેશના નિકાસકારો અતિશય ઉંચા દરિયાઈ ફ્રેઈટ દર, કન્ટેનરની અછત અને કન્ટેઇનરની અછતનો સામનો કરી રહ્યા છે. નફાના માર્જિન ઘસાઇ ગયા છે. આવી સ્થિતિમાં કન્ટનર મુવમેન્ટની કામગીરીમાં અચાનક થતા ફેરફારોને કારણે નિકાસ શિપમેન્ટની સમયસર ડિલવરીમાં અનેક વિક્ષેપો ઉભા થયા છે. પ્રક્રિયામાં કરવામાં આવતા ફેરફારો કાર્યક્ષમતા, સુરક્ષા અને કન્ટેનર મુવમેન્ટના વધુ સારા સંચાલન માટે જરૂરી હોઈ શકે પરંતુ આવા સંક્રમણકાળ દરમિયાન નિકાસ-આયાતના માલ સામાનનો પ્રવાહ કોઈપણ સંજોગોમાં ખોરવાય નહી તેના પર અત્યારે વિશેષ ધ્યાન આપવાની જરુર છે.

ગણાત્રા કહે છે, ડિલિવરીના શેડ્યૂલ સખત છે અને વેસલ કટઓફ તારીખ ધરાવતા નિકાસ શિપમેન્ટને સમયસર જહાજમાં લોડ કરવામાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે, જે વધશે. નિકાસકારોને કોન્ટ્રાકટયુઅલ પેનલ્ટી, ઓર્ડર રદ થવાનું જોખમ, પેમેન્ટ રિયલાઈઝેશનમાં મુશ્કેલી તથા આંતરરાષ્ટ્રિય ગ્રાહકો સાથેના વ્યવસાયિક સંબંધોને અસર પડી રહી છે

 

ઇ-પેપરના નવા શુલ્ક