કચ્છ જેલમાં બંધાયેલી ગુનાખોરીની ગાંઠ ઃ રાજસ્થાની શખસ સાથે મળીને રચ્યો હતો નકલી દારૂ બનાવવાનો પ્લાન !
રૂ. 20.75 લાખનો
મુદ્દામાલ જપ્ત;
5 આરોપી ઝડપાયા,
મુખ્ય આરોપી
ફરાર
(ફૂલછાબ
ન્યુઝ)
મોરબી તા.7
ઃ ભાવનગર
લઠ્ઠાકાંડની શાહી
હજુ સુકાઈ
નથી ત્યાં
મોરબીમાં પણ
આ પ્રકારના
કાંડના એંધાણ
વર્તાઈ રહ્યા
હતા, પરંતુ
મોરબી એલસીબી
ટીમની સતર્કતા
અને સમયસૂચકતાને
કારણે એક
મોટી હોનારત
ટળી ગઈ
છે. માળિયા
તાલુકાના મોટા
દહીંસરા ગામમાંથી
નકલી વિદેશી
દારૂ બનાવતી
ફેક્ટરી ઝડપાઇ
છે. પોલીસે
દરોડા દરમિયાન
5 શખ્સને ઝડપી
લીધા છે,
જ્યારે મુખ્ય
આરોપી ફરાર
થઈ ગયો
છે.
મળતી
માહિતી મુજબ,
માળિયા તાલુકાના
મોટા દહીંસરા
ગામના કૃષ્ણનગર
વિસ્તારમાં રહેતા
મહેશ ઉર્ફે
મુન્નો ધરમશી
કાંજીયા અને
દરબારગઢ વિસ્તારમાં
રહેતા અજયાસિંહ
ભાવુભા જાડેજા
પોતાના મકાનમાં
જુદા-જુદા
કેમિકલનો ઉપયોગ
કરીને ગેરકાયદે
ભારતીય બનાવટનો
નકલી વિદેશી
દારૂ બનાવતા
હતા. ત્યાર
બાદ આ
દારૂ બોટલોમાં
ભરી તેના
પર નકલી
બારકોડ, સ્ટીકર
અને ઢાંકણા
લગાવી બજારમાં
વેચવાની તૈયારી
કરવામાં આવતી
હોવાની બાતમી
એલસીબી ટીમને
મળી હતી.
બાતમીના આધારે
પોલીસે સ્થળ
પર રેડ
કરતા નકલી
દારૂ બનાવવાની
સમગ્ર પ્રક્રિયા
સામે આવી
હતી. પોલીસે
મહેશ ઉર્ફે
મુન્નો ધરમશી
કાંજીયા, કર્મરાજાસિંહ
મંગળાસિંહ ઝાલા,
રામદેવાસિંહ ઘનશ્યામાસિંહ
ઝાલા, વિક્કી
ઉર્ફે કાનો
રમેશભાઈ સિંધવ
અને વિક્રમ
કેશુભાઈ ધંધુકીયાને
ઝડપી લીધા
હતા. જોકે
આ સમગ્ર
કૌભાંડનો મુખ્ય
આરોપી અજયાસિંહ
ભાવુભા જાડેજા
પોલીસના હાથે
લાગ્યો નથી.
પોલીસે
સ્થળ પરથી
બ્લેન્ડર પ્રાઈડ
વ્હીસ્કીની સીલબંધ
તૈયાર 276 બોટલ,
આશરે 175 લીટર
ડુપ્લીકેટ વિદેશી
દારૂ, 200 લીટર
ક્ષમતાના બે
બેરલમાં ભરેલું
દારૂ બનાવવાનું
આશરે 400 લીટર
કેમિકલ, માલ્ટ
કેમિકલ અને
ફૂડ કલર
સહિતનો જથ્થો
કબજે કર્યો
હતો. આ
ઉપરાંત દારૂ
ભરવા માટેની
750 મિલી ક્ષમતાની
1224 ખાલી કાચની
બોટલો, બ્લેન્ડર
પ્રાઈડ સિલેક્ટ
પ્રીમિયમ વ્હીસ્કીના
બારકોડ, કયુઆર
કોડ અને
સ્ટીકર, મોટર-વાયર,
પ્લાસ્ટિકની પાઈપ,
બેરલ અને
કેરબા સહિતનો
પાકિંગ સામાન
પણ મળી
આવ્યો હતો.
કાર્યવાહીમાં પોલીસે
રૂ. 6.50 લાખ
રોકડ, દારૂ
માપવાનું મીટર,
કાર, સાત
મોબાઈલ ફોન
અને અન્ય
સાધનો પણ
જપ્ત કર્યા
છે. આમ
સમગ્ર કાર્યવાહી
દરમિયાન કુલ
રૂ. 20,75,444નો
મુદ્દામાલ કબજે
કરવામાં આવ્યો
છે.
કેમિકલ રાજસ્થાનથી
આવતું હોવાની
આશંકા
જિલ્લા પોલીસવડા
મુકેશકુમાર પટેલે
જણાવ્યું હતું
કે નકલી
દારૂ બનાવવાની
કામગીરી ચાલી
રહી હતી
તે દરમિયાન
જ રેડ
કરવામાં આવતા
પાંચ આરોપીઓને
ઝડપી લેવામાં
આવ્યા છે.
મુખ્ય આરોપી
અજયાસિંહ ફરાર
છે અને
તેને ઝડપી
લેવા તપાસ
હાથ ધરવામાં
આવી છે.
નકલી દારૂનો
તૈયાર જથ્થો
બજારમાં પહોંચ્યો
હતો કે
નહીં તે
અંગે હાલ
તપાસ ચાલી
રહી છે.
જોકે અત્યાર
સુધી દારૂ
બજારમાં વેચાયો
હોવાની શક્યતા
નકારી કાઢવામાં
આવી છે.
તપાસ દરમિયાન
વધુ એક
ચોંકાવનારી વિગતો
સામે આવી
છે. પોલીસના
જણાવ્યા મુજબ
ફરાર આરોપી
અજયાસિંહ જાડેજા
અગાઉ કચ્છ
જેલમાં એક
રાજસ્થાની ઇસમ
સાથે હતો.
આ દરમિયાન
બંનેએ સાથે
મળીને નકલી
દારૂ બનાવવાનો
પ્લાન ઘડ્યો
હોવાની માહિતી
મળી છે.
રેડ દરમિયાન
200-200 લીટર ક્ષમતાના
બે બેરલમાંથી
ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનું
કેમિકલ મળી
આવ્યું હતું.
એક બેરલમાં
ઇથેનોલમાં પાણી,
કલર અને
એસેન્સ મિશ્રિત
પ્રવાહી પણ
મળી આવ્યું
હતું. હવે
પોલીસે કચ્છ
જેલમાં અજયાસિંહ
સાથે રહેલા
રાજસ્થાની ઇસમની
ઓળખ અને
તેની સંડોવણી
અંગે તપાસ
તેજ કરી
છે.