• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

કિંજલ રબારી પ્રકરણમાં વતન સિનાડમાં બબાલ ઃ ઙજઈં પર ટોળાનો હુમલો

લોકગાયિકા પ્રથમ પતિ સાથે ફરાર થતાં વિવાદઃ પરિવારે બળજબરીથી ગોંધી રાખી હોવાના આક્ષેપ સાથે ગામમાં તંગદિલી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.7 લોકગાયિકા કિંજલ રબારી તેના પ્રથમ પતિ અશોક ચૌધરી સાથે અમદાવાદથી કારમાં ફરાર થઈ જવાના પ્રકરણના ઘેરા પડઘા તેના વતન પાટણના રાધનપુર તાલુકાના સિનાડ ગામે પડÎ છે, જ્યાં સોમવારે લાખણેશ્વર મહાદેવ મંદિરે જતા લોકોને પોલીસે રોકવાનો પ્રયાસ કરતાં સ્થિતિ તંગ બની હતી અને સ્થાનિક ટોળાએ બંદોબસ્તમાં રહેલા રાધનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.વી. ચૌધરી પર હુમલો કરી ઝપાઝપી કરતાં તેમને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી.

ઘટના બાદ ગામમાં ભારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પાટણ એલસીબી તથા એસઓજીનો કાફલો ખડકી દેવાયો છે, ત્યારે બીજી તરફ કિંજલ રબારીએ અમદાવાદ પોલીસ કમિશનર અને ચાંદખેડા પોલીસ મથકના પીઆઈને પત્ર લખીને ગંભીર આક્ષેપ કર્યો છે કે મારે ક્યારેય અશોક સાથે છૂટાછેડા લેવા નહોતા, પરંતુ પિયર પક્ષના લોકોએ બળજબરીથી ઘરે લઈ જઈ ગોંધી રાખી હતી અને બળજબરીપૂર્વક મુકેશ દેસાઈને સોંપી દીધી હતી

ઇ-પેપરના નવા શુલ્ક