જમીન-આધારિત એન્ટિ-ટેન્ક મિસાઇલની આશરે
4 કિમી રેન્જ કરતા બમણી તેની સ્ટેન્ડ ઓફ રીચ 8 કિમી સુધી બખ્તરને જોડે છે
પોખરણ,
તા. 21 : અદાણી સમૂહની મુખ્ય સંરક્ષણ અને એરોસ્પેસ કંપની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે, રાજસ્થાનના પોખરણ
ફિલ્ડ ફાયારિંગ રેન્જ ખાતે વાહન-માઉન્ટેડ એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ બગીરા અઝ1નું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું હતું.
આ કાર્યક્રમમાં
એક બખ્તરબંધ વાહનનું પ્રતિનિધિત્વ કરતા લક્ષ્ય સામે દિવસ અને રાતની લડાઈઓ, ફાયારિંગ
અને વિસ્તૃત રેન્જ પર હવાઈ લક્ષ્ય જોડાણને માન્ય રાખતી એક જ બીમ સાથે બે-મિસાઇલ ટેન્ડમ
ફાયારિંગ, જે કર્યા બાદ સંપૂર્ણ સિસ્ટમનું સ્ટેટિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
20મી
નવેમ્બરે પોખરણના નો કોસ્ટ નો કમિટમેન્ટ પ્રદર્શનને ભારતીય સેના, લશ્કરી બાબતોના વિભાગ
અને સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ પ્રતિનિધિઓએ નિહાળ્યું હતું.
ડિઝાઇન
અને વિકાસ માટે કરેલી દોઢ વર્ષની મહેનતના પરિણામે ભારતીય રણભૂમિ માટે બગીરા અઝ1 બન્યું
છે. આ દરમિયાન અદાણી ડિફેન્સે ભારતીય ભૂપ્રદેશ, આબોહવા અને ઓપરેશનલ જરૂરિયાતો માટે
મિસાઇલ સિસ્ટમને કસ્ટમાઇઝ કરવાની ફળશ્રુતિરૂપે રાત-દિન સ્થળોને આવરી લેતી મિસાઇલ, ઓટોમેટેડ
લોન્ચર એક સંપૂર્ણ લડાઈ પ્રણાલી તૈયાર થઈ છે, જે અદાણી ડિફેન્સ દ્વારા ડિઝાઇન કરાયેલ
4ડ્ઢ4 હાઇ-મોબિલિટી આર્મર્ડ વાહન પર બેસાડવામાં આવેલ છે. જમીન-આધારિત એન્ટિ-ટેન્ક મિસાઇલની
આશરે 4 કિમી રેન્જ કરતા બમણી તેની સ્ટેન્ડ ઓફ રીચ 8 કિમી સુધી બખ્તરને
જોડે
છે.
તેની
વિશિષ્ટતા એ છે કે આ મિસાઇલ રેડિયો લિંક પર
આધાર રાખવાને બદલે લેસર બીમ પર સવારી કરે છે, જે તેને ડ્રોન અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ
દ્વારા વધુમાં વધુ આકાર આપતા યુદ્ધભૂમિ પરના ઇલેક્ટ્રોનિક જામિંગને ખૂબ પ્રતિરોધક બનાવે
છે. વધુમાં તે સક્રિય સુરક્ષાને પરાજિત કરવા માટે એક જ લક્ષ્ય પર એક જ બીમ સાથે બે
મિસાઇલો ઝડપથી છોડી શકે છે. જેમાં પ્રથમ તે ટાંકીની સક્રિય સુરક્ષા સિસ્ટમને જોડે છે,
જ્યારે બીજી તેના સંરક્ષણને ભેદવા માટે રચાયેલી છે.
ઓટોમેટેડ
લોન્ચર પર 4 રેડી-ટુ-ફાયર મિસાઇલો અને બોર્ડ પર 8 રીલોડ, જે પ્રતિ વાહન 12 મિસાઇલોની
કુલ ક્ષમતા પૂરી પાડે છે. ચોવીસ કલાક ઓટોમેટેડ ટાર્ગેટ ટ્રાકિંગ સાથે ઇન્ટિગ્રેટેડ
ડે ટેલિવિઝન અને થર્મલ-ઇમાજિંગ સાઇટ્સ છે. દુશ્મનની ગોળીબારીના સંપર્કને ઘટાડવા માટે
ક્રૂ કવર ઉપરથી કામ કરી ઝડપથી સ્થળાંતર કરી આ સિસ્ટમ વિસ્તૃત રેન્જ પર હવાઈ લક્ષ્યો
પર પણ કામ કરી શકે છે.
ભારતની
આધુનિક ટેન્ક વિરોધી માર્ગદર્શિત મિસાઇલોની નોંધપાત્ર જરૂરિયાતની દૃષ્ટિએ અને અઝઋખ ઇન્વેન્ટરીમાં વર્તાતો શૂન્યવકાશ આધુનિકીકરણની
સતત જરૂરિયાત રહે છે. જેવેલિન સિસ્ટમ્સનાં સંપાદન સાથે પણ ભારત પ્રગતિ કરી રહ્યું છે
તે સ્થિતિમાં હાલ સેવામાં રહેલી કરોડરજ્જુ સમાન ભાવિ પેઢીની મિલાન-2ઝ અને કોંકર્સ-ખ
માં તાત્કાલિક ઓપરેશનલ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સ્પાઇક મિસાઇલોનો સમાવેશ કરવામાં
આવ્યો છે.
તાજેતરના
સંઘર્ષોએ બખ્તરબંધ યુદ્ધોમાં રેન્જ અને ગતિશીલતાના મહત્ત્વ પર આપવામાં આવેલા જોરને
લક્ષ્યમાં લેતા બગીરા અઝ1 સેનાને મેન-પોર્ટેબલ અને હેલિકોપ્ટર-લોન્ચ મિસાઇલોની સાથે
વધારાની લાંબા અંતરની, મોબાઇલ ગ્રાઉન્ડ ક્ષમતા પૂરી પાડે છે.
ગત
25-26ના નાણાકીય વર્ષમાં ભારતનું સંરક્ષણ ઉત્પાદન વિક્રમરૂપ રૂ.1.78 લાખ કરોડે પહોંચ્યું
છે તેમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો અગાઉના એક વર્ષમાં 22 ટકાથી વધીને રૂ.42,000 કરોડ
થયો હતો અને સંરક્ષણ નિકાસ રૂ.38,424 કરોડના
વિક્રમ સ્તરે સુધી પહોંચી હતી.
બગીરા
અઝ1 સશસ્ત્ર દળોની કાર્યકારી જરૂરિયાતોને અનુરૂપ અદ્યતન સંરક્ષણ પ્રણાલીઓના વિકાસ,
સંકલન અને વિતરણમાં ભારતના ખાનગી ક્ષેત્રની વધતી જતી ભૂમિકા દર્શાવે છે. અદાણી ડિફેન્સ
એન્ડ એરોસ્પેસે સંપૂર્ણ લડાઇ પ્રણાલીના વિકાસ, સંકલન અને પરીક્ષણનું કામ હાથ ધર્યું
છે, જે સશસ્ત્ર દળોને મૂલ્યાંકન માટે એક સિસ્ટમ પ્રસ્તુત કરે છે.