• રવિવાર, 22 ડિસેમ્બર, 2024

જૂનાગઢમાં વધુ એક ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો : સાત શખસની ધરપકડ

સૂત્રધાર સહિત

બે ફરાર

જૂનાગઢ, તા.18 : જૂનાગઢ જિલ્લામાં સંગઠિત ગુના આચરતી ગેંગો સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી હતી. થોડા સમય પહેલા રાજુ સોલંકી સહિતની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી જેલમાં ધકેલી દીધા હતા ત્યાં જ વધુ એક ગેંગ સામે ગુનો નોંધી સાત શખસની ધરપકડ કરી હતી અને સૂત્રધાર સહિત બે શખસ ફરાર થઈ જતા શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, રામદેવપરાની ગેંગના સલમાન ઉર્ફે સલીયો ઉર્ફે સલીમ તૈયબ વિશળ નામનો ગુનેગાર સાગરીતો સાથે મળી ર014થી આજ દિવસ સુધીમાં 1પ3 ગુના આચર્યા હતા અને ર1 ગુનામાં ગેંગના સાગરીતો એકબીજા સાથે સંકળાયેલા હતા. આ ટોળકી સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ચોરી, લૂંટ, મારામારી, ખંડણી, અપહરણ, રાયોટિંગ, ધાકધમકી, હથિયાર, દારૂ-જુગાર સહિતના ગુનાઓમાં સંડોવાયેલ હતી.

આ મામલે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી અને સૂત્રધાર સલમાન ઉર્ફે સલીયો ઉર્ફે સલીમ તૈયબ વિશળ સામે રપ ગુના, સાગરીતોમાં નાઝીમ હબીબ સોઢા સામે ર1 ગુના, સલમાન ઉર્ફે નીજામ ઉર્ફે ભૂરો દીનમહમદ બલોચ સામે આઠ ગુના, અજીત ઉર્ફે મંત્રી મામદ નારેજા સામે નવ ગુના, અસલમ ઉર્ફે છમીયો ઓસમાણ સીડા સામે 16 ગુના, જુસબ ઉર્ફે કારીયો તૈયબ વિશળ સામે રર ગુના અને સાજીદ ઉર્ફે બાડો તૈયબ વિશળ સામે ર3 ગુના નોંધાયેલ હોવાનું ખુલ્યું હતું.

આ અંગે ક્રાઈમ બ્રાંચે સલમાન ઉર્ફે નીજામ ઉર્ફે ભુરીયો દીનમહમદ બ્લોચ, અજીત ઉર્ફે મંત્રી આમદ નારેજા, આમદ હુશેન નારેજા, જુસબ ઉર્ફે કારીયો તૈયબ વિશળ અને સાજીદ બાડો તૈયબ વિશળ સહિતની ટોળકી સામે ગુજસીટોક હેળઠ ગુનો નોંધી ધરપકડ કરી હતી અને જેલમાં રહેલા નાઝીમ હબીબ સોઢા અને અમીન ઉર્ફે છોટેમંત્રી આમદ નારેજાનો જેલમાથી કબજો મેળવી ધરપકડ કરી હતી જ્યારે સૂત્રધાર સલમાન ઉર્ફે સલીયો અને અસલમ ઉર્ફે છમીયો ફરાર થઈ જતા શોધખોળ શરૂ કરી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક