જામનગર, તા.ર0: જામનગરનાં પંચ
ડીવીઝન પોલીસ મથકમાં રાજેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ
ગુનો નોંધાયો હતો. જે દેશી દારૂના કેસમાં ફરીયાદી રાજેન્દ્રસિંહને જામીન પર છુટવાના
રૂ.1પ હજારની માંગણી તત્કાલીન પીએસઆઈ દશરથસિંહ ભગુભા ઝાલાએ કરી હતી. પીએસઆઈના કહેવાથી
જે તે સમયે કોન્સટેબલ મહાવીરસિંહ હેંમતસિંહ વાઢેરે રૂ.પ હજાર લઈ, બાકી 10 હજારનો વાયદો
કર્યાનું જાહેર થયુ હતું. જે સાથે ફરીયાદીના મિત્ર જુવાનસિંહ તેજુભા રાઠોડ (સાહેદ)નું
નામ સહ આરોપી તરીકે નહી બોલવા તેમજ જુવાનસિંહનું એક્ટિવા સ્કુટર વાહન કબજે નહી કરવા
રૂ.30 હજાર એમ રૂા.40 હજારની લાંચની માંગણી કરી હોવાની ફરિયાદ એસીબીમાં કરાઈ હતી. જેના
આધારે એસીબીએ ટ્રેપમાં લાંચની રકમ સ્વીકારતા આરોપીઓને ઝડપી પાડયા હતા. જે અંગે એસીબી
દ્વારા આરોપીઓ વિરૂદ્ધ તા.31/10/ર01રના ગુનો દાખલ કરાયો હતો. જે બાદ એસીબી દ્વારા તપાસ
હાથ ધરી આરોપીઓ વિરૂદ્ધ અદાલતમાં ચાર્જશીટ રજુ કર્યુ હતું. જે અંગેનો કેસ સ્પે.અદાલતમાં
ચાલી જતા આરોપીઓને ચાર વર્ષની કેદની સજા, દંડનો કોર્ટે હુકમ કર્યો છે.
દેશી દારૂ પકડાયો: જામનગરના દિગ્જામ
વુલન મીલ વિસ્તારમાં આવેલા ખેતીવાડી ફાર્મ, ઝૂંપડપટ્ટી, બાવરીવાસ વગેરે વિસ્તારમાં
કેટલાક શખસો અસામાજીક પ્રવૃત્તિ આચરવાની સાથે દેશી દારૂનો વ્યવસાય કરતા હોવાની વિગત
પરથી દરોડા પાડવામાં આવ્યા હતાં. કોમ્બિંગમાં દેશી દારૂ અંગે કેસ કરવામાં આવ્યા છે.
બાવરીવાસમાંથી 400 લીટર આથો, દેશી દારૂ બનાવાના ઉપયોગમાં લેવાતો ગોળ, 40 લીટર તૈયાર
દારૂ કબજે કરાયો છે અને 1ર કેસ નોંધવામાં આવ્યા છે.
ઓફિસમાં આગ ભભૂકી : શહેરના લાલ
બંગલા સર્કલ નજીક સ્વસ્તીક એવન્યુમાં બીજા માળે પ્રાઈવેટ ઓફીસ આવેલ છે. તે ઓફીસ રાત્રીના
8 વાગ્યાની આસપાસ આગ લાગતા પ્રશાંત શેઠે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. તુરત ફાયરની ટીમે
દોડી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઓફિસમાં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. જો
કે આગ ઉપર ફાયરબ્રિગેડે કાબુ મેળવેલ હતો.
ઓફિસમાં શોર્ટ સર્કિટથી લાગી
તેવું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. આગનો બીજો બનાવ દરેડ જી.આઈ.ડી.સી. ફેઈસ-3 નજીકના
વિસ્તારમાં કચરાના મોટા ઢગલા આવેલા છે, જેમાં પ્લાસ્ટિક સહિતનો કચરો સળગ્યો હોવાથી
આસપાસના વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા નજરે પડયા હતા.