• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

ભાવનગરમાં જાણીતા ડોકટરનો આપઘાત : કારણ અકબંધ પોતાના દવાખાને જાતે જ ઇન્જેક્શન લઈ આયખું ટૂંકાવ્યું

ભાવનગર, તા.14 : ભાવનગર શહેરના નામાંકિત ઊગઝ સર્જન ડો. રાજેશ રંગલાણીએ પોતાના દવાખાનામાં આપઘાત કરી લેતા ચકચાર મચી છે. વાઘાવાડી રોડ પરના માધવબાગમાં રહેતા અને કાળાનાળા વિસ્તારમાં ખાનગી ક્લિનિક ધરાવતા તબીબે પોતાના ક્લિનિકમાં જ પોતાની જાતે કોઈ ઇન્જેક્શન લઈ આત્મહત્યા કરી લીધી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના વાઘાવાડી રોડ પરના માધવબાગ પ્લોટ નંબર 40-41માં રહેતા અને કાળાનાળા વિસ્તારના સૂર્યદીપ કોમ્પલેક્સમાં કાન-નાક-ગળાનું ખાનગી ક્લિનિક ધરાવતા રાજેશ જીવાભાઈ રંગલાણી નામના તબીબે ગતરોજ રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે કોઈ ઇન્જેક્શન લઈ આપઘાત કરી લીઘો હતો. આ બનાવની જાણ તબીબના પરિવાર તથા અન્ય ડોક્ટરો અને તેમના મિત્ર વર્તુળને થતા તેઓ તુરંત જ ક્લિનિક પર પહોંચ્યા હતા. આ અંગે નિલમબાગ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અહીં તબીબના મૃતદેહનું પંચનામુ કરી પીએમ માટે સર્ટી હોસ્પિટલમાં મોકલી મૃતક તબિબના પરિજનોના નિવેદનો નોંધી તપાસ હાથ ધરી હતી. મૃતક રાજેશ રંગલાણીના પરિવારમાં પત્ની અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. હાલ આપઘાત પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ આ ઘટનાએ શહેરના તબીબી વર્ગ તેમજ પરિચિતોમાં શોકની લાગણી ફેલાઇ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક