• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

ભાવનગરમાં રિક્ષાચાલક યુવાનને આંતરી સસરાએ છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું

ભોગ બનનારા રિક્ષાચાલક અને તેની પત્નીના છૂટાછેડાના કેસ પ્રશ્ને માથાકૂટ ચાલતી હતી

ભાવનગર, તા.15: ભાવનગરમાં એક શ્રમિક દંપતિ વચ્ચે લગ્ન જીવનમાં થયેલા વિવાદનો કરૂણ અંજામ આવ્યો છે. છૂટાછેડા સંદર્ભેના કોર્ટમાં ચાલી રહેલા કેસની મુદત ભરી રિક્ષાચાલક યુવાન ઘરે પરત  જઇ રહ્યો હતો ત્યારે સસરાએ તેને રસ્તામાં આંતરી છરીનો ઘા ઝીકી હત્યા કરી હતી.

પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના હાદાનગરમાં રહેતા સુરેશભાઇ શરદભાઇ  રાઠોડ (ઉ.વ.45) નામની રિક્ષાચાલક તેના ઘરે જતો હતો ત્યારે દેસાઇનગરમાં ટીવીએસના શો-રૂમ નજીક તેમને આંતરીને તેના સસરાએ છરીના મૃત્યુ ઘા ઝીંકી જીવલેણ હુમલો કરી નાસી છૂટયો હતો. ત્યાર બાદ  હોસ્પિટલ ખસેડાતા સુરેશભાઇનું મૃત્યુ  નિપજ્યું હતું. મૃતક સુરેશભાઇને તેમની પત્ની સાથે અણબનાવ રહેતો હોય છુટાછેડા અંગેનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આજે કોર્ટમાં મુદત ભરીને ઘરે જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. હત્યાનો બનાવ બનતા નીલમબાગ પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાનમાં મૃતકની પત્નીએ આ હત્યા તેણે કરી હોવાનું જણાવ્યું હતું. જો કે સસરાના હાથે જમાઇની હત્યા થઇ હોવાનું ચર્ચામાં છે ત્યારે પોલીસે આ અંગે ઉંડી તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક