એ ડિવિઝન પોલીસે ગાંધીધામના શખસ સામે કાર્યવાહી કરી
જૂનાગઢ, તા.28: જૂનાગઢના સરદાર
ચોક વીર મેઘમાયાનગરના ગેઇટ પાસેથી પોલીસે પેટ્રોલીંગ દરમિયાન કારમાં પોલીસ લખેલુ બોર્ડ
લગાવનારા શખસને પકડી કાર્યવાહી કરી હતી.
મળતી વિગત મુજબ જૂનાગઢ એ ડિવિઝન
પોલીસ સ્ટેશનના પીએસઆઇ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સરદાર ચોક પાસે વીર મેઘમાયા
નગરના ગેઇટ પાસે એક કારમાં આગળના ભાગે અંગ્રેજીમાં પોલીસ લખેલું બોર્ડ લગાવેલુ જોતા
પોલીસે કાર ચાલક હિતેન્દ્ર પમાભાઇ ભાસ્કર (રહે. ગાંધીધામ સેકટર-6, ગણેશનગર)ને પકડી
તેની પૂછપરછ કરી પોલીસમાં હોવાના આધાર પુરાવા માગતા પોતે પોલીસ વિભાગમાં ન હોવાનું
જણાવ્યું હતું. આ અંગે પોલીસે ગાંધીધામના શખસ સામે કાર્યવાહી કરી હતી.