• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

મોદી અર્થશાત્રીઓ સાથે કરશે પ્રિ-બજેટ બેઠક

ટેરિફ, વૈશ્વિક પડકારો, MSMEને મજબૂતી સહિતના મુદ્દે સૂચનો મગાશે

નવી દિલ્હી, તા. 29 : ભારતના આગામી સામાન્ય બજેટ 2026-27ની રૂપરેખા અને પ્રાથમિકતાને અંતિમ રૂપ આપવાના હેતુથી પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે મંગળવારે દેશના પ્રતિષ્ઠિત અર્થશાત્રી અને વિભિન્ન ક્ષેત્રના વિશેષજ્ઞો સાથે એક ઉચ્ચ સ્તરની બેઠક કરશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા બજેટ પહેલાં આ બેઠક ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે ભારતીય અર્થવ્યવસ્થા વર્તમાન સમયે જટિલ વૈશ્વિક પરિસ્થિતિનો સામનો કરી રહી છે.

સત્તાવાર સૂત્રો અનુસાર આ બેઠકમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી, સીઇઓ બીવીઆર સુબ્રહ્મણ્યમ અને આયોગના અન્ય સભ્યો પણ હાજર રહેશે. પીએમ આ સંવાદનાં માધ્યમથી વિકાસ દરને ગતિ આપવા, રાજકોષીય મુદ્દા અને રોજગાર સર્જન માટે વિશેષજ્ઞો પાસે વ્યવહારિક સૂચનો માગશે. વિશેષજ્ઞોનું માનવું છે કે બેઠકનું મુખ્ય કેન્દ્ર બિંદુ એમએસએમઇ સેક્ટરને મજબૂતી અને નિકાસ તેમજ વિનિર્માણ ક્ષેત્રમાં એમએસએમઇની ભૂમિકા વધારવાનું રહી શકે  છે.

ઇ-પેપરના નવા શુલ્ક