• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

સ્મૃતિ મંધાનાનો સૌથી ઝડપી 10,000 ઇન્ટરનેશનલ રનનો રેકોર્ડ

થિરુવનંથપુરમ, તા.29 : ભારતની સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાએ શ્રીલંકા વિરુદ્ધના ચોથા ટી-20 મેચ દરમિયાન 10,000 ઇન્ટરનેશનલ રન પૂરા કરવાની ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. તેણી આ મુકામ પર પહોંચનારી મિતાલી રાજ પછીની બીજી ભારતીય મહિલા ક્રિકેટર છે જ્યારે દસ હજાર આંરરાષ્ટ્રીય રન કરનાર સ્મૃતિ દુનિયાની ચોથી બેટર બની છે. સ્મૃતિ અને મિતાલી સિવાય આ આંકડે પહોંચનાર અન્ય બે બેટર ઇંગ્લેન્ડની ચાર્લ્સ એડવર્ડ્સ અને ન્યુઝીલેન્ડની સૂજી બેટ્સ છે. સ્મૃતિએ 10,000 રન 280 ઇનિંગમાં પૂરા કર્યા છે જ્યારે મિતાલીએ અહીં સુધી પહોંચવા માટે 291 ઇનિંગ રમી હતી જ્યારે ચાર્લેટ અને સૂઝીએ ક્રમશ: 308 અને 314 ઇનિંગ રમી હતી. સ્મૃતિના દસ હજાર રનમાં 629 ટેસ્ટમાં, પ322 વન ડેમાં 4049 ટી-20માં છે.

સ્મૃતિ મંધાના આ ઉપરાંત વર્ષ 202પમાં સૌથી વધુ ઇન્ટરનેશનલ રન કરનારી બેટર બની છે. તેણીએ આ વર્ષે 1703 રન કર્યા હતા. વર્ષ 2024માં પણ સ્મૃતિ આ મામલે 16પ9 રન સાથે ટોચ પર હતી.

બેટર      ઇનિંગ    રન

મિતાલી રાજ       314     10868

સૂઝી બેટ્સ          343     10652

ચાર્લેટ એડવર્ડસ    316     10273

સ્મૃતિ મંધાના      280     10000

ઇ-પેપરના નવા શુલ્ક