પાક.ના પૂર્વ મંત્રી અને સાંસદ શેરી રહેમાને ભારત પર પ્રશ્નો ઉઠાવતાં કહ્યું, આ સિંધુ જળ સમજૂતીનું ઉલ્લંધન
નવી
દિલ્હી, તા. 29 : પહેલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સમજૂતીને અટકાવી દીધી છે.
હવે
ભારતના પર્યાવરણ વિભાગની એક સમિતિએ ચિનાબ નદી પર દુલહસ્તી હાઇડ્રોપાવર પ્રોજેક્ટના
બીજા તબક્કાનાં કામને મંજૂરી આપી દેતાં પાક. સાંસદ અને પૂર્વ મંત્રી શેરી રહેમાને ભારત
સામે પાણીને હથિયાર બનાવાયું હોવાનો આરોપ લગાવ્યો છે, જે ખોટું અને અસ્વીકાર્ય હોવાનું
જણાવ્યું હતું.
રહેમાને
‘એક્સ’ પર લખ્યું છે કે, ‘આવું કરવું સિંધુ જળ સમજૂતીનું ઉલ્લંધન છે. ભારતે દુલહસ્તી
હાઇડ્રોપાવર પ્રોજેકટના બીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે, જે ખોટું છે. સિંધુ જળ કરાર
અંતર્ગત કોઇ પણ નિર્ણય એકતરફી રીતે લઇ શકાય નહીં. કરાર મુજબ ચિનાબ, જેલમ અને સિંધુ
નદીનાં નીર પર પાકિસ્તાનનો અધિકાર છે, જ્યારે રાવી, બિયાસ અને સતલુજ નદીનાં પાણી પર
ભારતનો હક છે.
વધુમાં
તેમણે લખ્યું કે, ભારતે ખોટી રીતે સિંધુ જળ સમજૂતીને રોકી છે. ભારતે આવી કેટલીય પરિયોજનાઓને વધારવામાં ઝડપ કરી છે, જેમાં સાવલકોટ,
રેટલ, બડસર, પાકલ ડુલ, કીરુ અને કિરથાઇ સામેલ છે. હવે દુલહસ્તી પ્રોજેક્ટના બીજા તબક્કાને
મંજૂરી આપીને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.