મોરબી, તા.29: મોરબીમાં બનેવીએ હાથ ઉછીની આપેલી રકમ પરત મેળવવા વચ્ચે પડેલા સાળાને ભાજપ આગેવાન સહિતના ત્રણ ઇસમે ધમકીઓ આપી મરવા મજબુર કરતા યુવાન ઝેરી દવા પી લેતા મૃત્યુ થયું હતું.
મોરબી
ઉમા ટાઉનશીપ રહેતા મૂળ લક્ષ્મીનગર ગામના વતની હર્ષદભાઈ અમરશીભાઈ લીખિયાએ પોલીસ ફરિયાદ
નોંધાવી હતી કે તેને આરોપીઓ આશિષ રમેશ પાડલીયા અને કમલેશ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવિયાને
1.26 કરોડની રકમ હાથ ઉછીની આપી હતી અને રકમ પરત આપતા ના હતા. જે બાબતે ફરિયાદી હર્ષદભાઈએ
સાળા વિપુલભાઈ વિડજાને વાત કરી હતી અને સાળા-બનેવી રૂપિયા પરત મેળવવા પ્રયત્ન કરતા
હતા. જે સારું નહિ લાગતા આરોપી આશિષના ફોઈનો દીકરો ભાજપ અગ્રણી હિતેષ વાસુદેવ દસાડીયા
રહે મૂળ સુલ્તાનપુર વિશાલનગર તા. માળિયા વાળાએ વિપુલ વિડજાને ડરાવી ધમકાવી રૂબરૂ અને
ફોનમાં ધમકીઓ આપી હેરાન પરેશાન કર્યો હતો જેથી વિપુલ વિડજા ઝેરી દવા પી લેતા મોત થયું
હતું મૃતકે સુસાઈડ નોટ લખી હતી બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી સુસાઈડ નોટ કબજે લીધી
હતી. પોલીસે ગુનો નોંધી આરોપી આશિષ રમેશભાઈ પાડલિયા, હિતેષ વાસુદેવભાઈ દસાડિયા અને
કમલેશ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવિયા એમ ત્રણને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.