• મંગળવાર, 20 જાન્યુઆરી, 2026

બોટાદ એસ.ઓ.જી.ની મોટી કાર્યવાહી 4.441 કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા

બોટાદ, તા.19: બોટાદ જિલ્લામાં નશાકારક પદાર્થોની હેરાફેરી સામે કડક કાર્યવાહી ચાલુ રાખતા બોટાદ એસ.ઓ.જી. ટીમે મોટી સફળતા મેળવી છે. ગેરકાયદેસર ગાંજો કુલ 4.441 કિલોગ્રામ (કિંમત રૂ. 2,22,050/-) સાથે બે આરોપીઓને પકડી પાડી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

બોટાદ જિલ્લા અભિયાન અંતર્ગત નશાકારક પદાર્થોની હેરાફેરી સામે કડક કાર્યવાહી ચાલુ રાખતા તા.19ના રોજ બોટાદ એસ.ઓ.જી. શાખાના પીઆઈ એ.જી. સોલંકી, પો.સબ ઇન્સ્પેક્ટર  એ.એમ. રાવલ તથા ટીમ પેટ્રાલિંગમાં હતી.

તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળતા ઢસા-ગઢડા રોડ પર ગુંદાળા ગામ નજીક નંદલાલ કોટન ઇન્ડસ્ટ્રીઝ સામે ચાકિંગ હાથ ધરાયું. ત્યાં સફેદ રંગની ઇકો અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ઇકો માંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ સુકો ભેજયુક્ત ગાંજા સાથે દિવ્યેશ ઉર્ફે પિન્ટુ ભુપતભાઈ નાથજી, દિગ્વિજયાસિંહ મહોબતાસિંહ ગોહિલ મળી આવ્યો હતો,પોલીસે કુલ રૂ. 4,37,050/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક